________________
રાતવિધા અને બાગમાહિજ: સંશોધક અને સંપાદન :
પણ વિદ્યમાન રહેશે. આ પુસ્તકનું નામ, લખાવનારનું નામ, તેના પિતા, પ્રપિતા, વંશ વગેરે મળે છે. ઉપરાંત ખંભાતની પોષધશાળામાં પુસ્તક ભેટ કર્યું છે, માટે પુસ્તક લખાવનાર ખંભાતના રહેવાસી હોય એમ અનુમાન કરી શકાય છે. પરંતુ આ ગ્રંથમાં લખ્યા બાબત સંવતનો કોઈ ઉલ્લેખ નથી તેથી તેનો સ્પષ્ટ સમય મળી શકે નહીં. આ પ્રશસ્તિઓ બે ત્રણ બ્લોકની છે જેને કારણે ખૂબ સંક્ષિપ્ત વર્ણન મળે છે. પરંતુ દસવીસ શ્લોકોવાળી મોટી પ્રશસ્તિમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે. જ્યારે આથી મોટી પ્રશસ્તિ હોય છે ત્યારે તેમાં બહુ વિસ્તૃત વર્ણન ઉપરાંત ઐતિહાસિક વિગતો પણ પ્રાપ્ત થાય છે. આવી એક પ્રશસ્તિ આચાર્ય હેમચંદ્રના મહાન ગુરુ દેવચન્દ્રસૂરિએ શાંતિનાથ ચરિત્રના અંતભાગમાં લખેલી ઉપલબ્ધ થઈ છે. આ પુસ્તક પાટણના સંઘવીપાડાના પ્રસિદ્ધ પ્રાચીન તાડપત્રીના ભંડારમાં સુરક્ષિત છે. તેમાં સંવત ૧૨૨૭માં પાટણમાં રહેવાવાળા પ્રાગ્વાટવંશના શ્રેષ્ઠી રાહડેએ લખાવ્યું છે તેની નોધ છે.
જ્યારે આ પુસ્તક લખ્યું તે વખતે ત્યાં સુશ્રાવક' એવા રાજા કુમારપાલ રાજ્ય કરતા હતા અને ત્યાંના પરમાનન્દાચાર્ય નામના જૈનસૂરિને આ પુસ્તક સમર્પિત કર્યું હતું.
આ પ્રશસ્તિમાં પુસ્તક લખાવવામાં રાહડના પૂર્વજો વગેરેનો પરિચય આપેલો છે કે પૃથ્વીતલમાં જેટલાં મૂળ અને શાખાઓ ફેલાઈ છે અને ધર્મના હેતુને માટે અનેક પર્વોની પરંપરાથી સમૃદ્ધ બનીને અનેક ગુણીથી પૂર્ણ એવા પ્રાગ્વાટ નામનો વિશાળ વંશ પૃથ્વીમાં જાણીતો છે. આ વંશમાં જન્મ લેવાવાળા અને તીર્થભૂત જેવા સત્યપુર (મારવાડનું હાલનું સાચોર)થી આવેલા સિદ્ધનાગ નામના એક વિશિષ્ટ એવા શ્રેષ્ઠી થયા. તેમને અંબિની નામની પત્ની હતી. તેને પોઢક, વોરડ, વર્ધન અને દ્રોણક નામના ચાર પુત્ર હતા. તેઓને મહાન પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેઓએ સોનાના જેવી ક્રાંતિવાળી પિત્તળની એક સુંદર અને ઉત્તમ એવી શાંતિનાથ તીર્થંકરની પ્રતિમા તૈયાર કરાવી. જે આજે પણ અર્થાત્ પ્રશસ્તિ લખાયેલા સમયે દધિપદ્રના શાંતિનાથના મંદિરમાં પૂજાય છે. આ પ્રશસ્તિના વર્ણનમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે આ ગ્રંથમાં રાહડના વંશ અને કુટુંબનો વિસ્તૃત પરિચય આપેલો છે તથા તેણે કરેલા અનેક ધર્મકૃત્યોનો નિર્દેશ કરેલો છે. તેમાં સમય અર્થાત્ સંવત, માસ તથા તેના સ્થાનનો પણ ઉલ્લેખ છે. વળી તેની સાથોસાથ જે રાજાના રાજ્યકાળ દરમ્યાન આ પુસ્તકનું આલેખન થયું તેનો પણ મહત્ત્વનો ઉલ્લેખ ઐતિહાસિક દષ્ટિએ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org