________________
* જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો
૧૩૯
નજરે પડે છે. કાગળની કેટલીક હસ્તપ્રતોમાં ભગવાન તીર્થકરોના જીવનપ્રસંગો આલેખાયેલાં છે.
આ જ સંસ્થામાં આવેલ મ્યુઝિયમમાં થોડીક સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. જેમાં કલ્પસૂત્ર' ની ઈ.સ. ૧૪૩૦ની પ્રતમાં કાલકાચાર્યની કથાનાં દશ્યમાં કાલક અને સાહને વાર્તાલાપ કરતા દર્શાવ્યા છે. બીજા પત્રમાં રાજાને દાન આપતો બતાવ્યો છે. જેનું લખાણ સુવર્ણાક્ષરમાં અને પાર્શ્વભૂમિમાં વાદળી રંગનું આલેખન છે. વ્રતાચાર્યકથા' ની હસ્તપ્રત (ઈ. સ. ૧૪૬૮)માં શત્રુજ્ય માહાભ્યનું દશ્ય આકર્ષક છે. ઉત્તરાધ્યાયનસૂત્ર'માંના એક દશ્યમાં મુનિ શ્રી શ્રાવકને ઘરે વહોરવા માટે ગયેલા એનું ચિત્રણ સુંદર રીતે કરેલું છે. “માધવાનલ કામકન્દલા’ની પ્રતમાં વિક્રમાદિત્ય- કામસેનના યુદ્ધનું દશ્ય કંડારેલું છે. “ચંદ્રપ્રભચરિત'માં ચંદ્રપ્રભસ્વામીના સમવસરણનું દશ્ય દોરેલું છે. ઈ. સ. ૧૫૮૩માં લખાયેલી સંગ્રહણીસૂત્ર' ની હસ્તપ્રતમાં ઇન્દ્રસભામાં નાચ-ગાનનું દશ્ય ચિત્રકાર ગોવિંદ દ્વારા ચીતરવામાં આવેલ છે.
અહીં સિદ્ધચક્રપટ્ટના કેટલાક નમૂનાઓ જળવાયા છે. જેમાં નવપદને એક યંત્ર સ્વરૂપે ગોઠવેલ છે. ચાર પગથિયાં જ્ઞાન, દર્શન (શ્રદ્ધા), ચારિત્ર અને તપમાંથી ચાર સિદ્ધિઓ ઉપાધ્યાય, સાધુ, આચાર્ય અને સિદ્ધ, આમ આઠ વસ્તુ પ્રાપ્ત થતાં અરિહંત' એટલે કે મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે.
અહીં સંગ્રહાયેલ વિજ્ઞપ્તિપત્રમાં પ્રથમ મંગલ ચિહ્નો તથા અટબંગલનું ચિત્ર હોય છે. ત્યારબાદ ચૌદ સ્વપ્નનાં ચિત્ર, રાજ્યસભાનું ચિત્ર, નગરનું આલેખન, સાધુ મહારાજના વ્યાખ્યાનનું ચિત્રાંકન છે. આ પ્રકારનાં નિમંત્રાણો કાગળ અને કાપડ પર ચિત્રાંકિત કરી, વિગતો લખીને એના ઉપર સંઘના સભ્યોના હસ્તાક્ષર લેવાતા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા રાજ્યમાં હસ્તલિખિત ગ્રંથોની જાળવણી પ્રત્યે ઊંડો રસ લીધેલો અને આવા ગ્રંથોના સંશોધન માટે વિભાગ શરૂ કરેલ, જે આજે પ્રાચ્ય વિદ્યામંદિર તરીકે ઓળખાય છે. જેમાં દરેક પ્રકારનાં હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ખજાનો જળવાયો છે.
ઈ. સ. ૧૬૯૪માં રચાયેલી “માનતુંગ માનવતી જૈન રાસ' નામની સચિત્ર હસ્તપ્રતનાં પ્રથમ ચિત્રમાં રાજાની સવારીનું દશ્ય છે. હાથી પર બિરાજમાન રાજા, પાછળ મંત્રીઓ ઘોડા પર બેઠેલ છે અને આગળના ભાગે ઢાલ-ભાલાં લઈને ચાલતા સૈનિકો જોઈ શકાય છે. અન્ય બે ચિત્રોમાં રાજા-મંત્રીઓ સાથે મંત્રણા કરતા જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org