________________
૧૭૨
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
૫. સિદ્ધાંત ચર્ચા
સર્વેદના પ્રથમ અષ્ટકની મેકસમૂલર પાસે બાર હસ્તપ્રતો હતી. પરંતુ ગ્રીક અને લેટિન Philology (ભાષાશાસ્ત્ર)નો તેમનો અભ્યાસ એવું કહેતો હતો કે સમીમિત પાઠ સંપાદન તૈયાર કરવા માટે વધુમાં વધુ હસ્તપ્રતો એકત્રિત કરવી તે અનિવાર્ય નથી. કારણ કે ઘણા બધા દાખલાઓમાં એવું જોવા મળે છે કે જ્યારે ઘણી બધી હસ્તપ્રતોના પાઠને સંતુલન પત્રિકામાં ઉતાર્યા હોય ત્યારે તે મહદઅંશે કૃતિના પાઠને હાનિ પહોંચાડે છે તથા શંકાસ્પદ પાહ્યાંશને વધુ શંકાસ્પદ બનાવવામાં કારણભૂત બને છે અથવા તો એકાદ હસ્તપ્રત (જ) લહિયાની સાક્ષીના આધારે કે એકાદ ચાલાક પાઠસમીક્ષકની રમતના આધારે જે પાઠવૈવિધ્ય ઊભું થયું હોય ત્યાં, પાઠસંપાદકને ધારણામૂલક અનેક પાઠાંતરોની કલ્પના કરવાનું સૂઝે છે. આવાં કારણોથી જ્યારે વધારેમાં વધારે હસ્તપ્રતો એકત્રિત કરીને પાઠસમીક્ષા કરવા બેઠા હોઈએ ત્યારે, પ્રશિષ્ટ કૃતિઓની પાઠસમીક્ષામાં ઘણી બધી શક્તિ અને ઘણો બધો સમય વેડફાય છે. આથી હસ્તપ્રતોનો વિનિયોગ કરવા બાબતે સમીક્ષિત પાઠ સંપાદકોની નવી Presiduripildi (azules al ŝ Bakker, Dindorf, Lachmann qul? એક નિયમ તરીકે કહે છે કે પ્રશિષ્ટ ગ્રંથકર્તાઓની પ્રાચીન આવૃત્તિઓ (આપણા સંસ્કૃત વિદ્યાના સંદર્ભમાં એક જ કૃતિની ઘણી બધી હસ્તપ્રતો) મોટે ભાગે સમીક્ષિત પાકસંપાદનમાં બિનઉપયોગી પુરવાર થઈ છે. અલબત્ત, આમાં મુખ્ય મુખ્ય સંસ્કરણોનો અપવાદ કરવાનો રહેશે. જે આવૃત્તિમાં (સંસ્કરણ) કોઈ એક (જ) હસ્તપ્રતને પ્રકાશિત કરવામાં આવી હોય, અને તે (હસ્તપ્રતો ગમે તેટલી અશુદ્ધ હોય, તો પણ અમુક હદ સુધીની તેની શ્રદ્ધયતા રહે જ છે.
૬. પાકસંપાદનમાં “શૈલીની સમીક્ષા
પ્રથમ અટક ઉપરના સાયણભાષ્યની હસ્તપ્રતો સંખ્યામાં સૌથી વધારે પ્રાપ્ત થઈ છે. તેથી પણ પાઠશુદ્ધિ કરવા બાબત સરળતા ઊભી થઈ છે. સ્વયં સાયણે પ્રથમ અધ્યાયને વિષે જાહેર કર્યું છે કે ચુતનસ્તાવતા સર્વોપ્યું રાનીતિ ગુદ્ધિમાન | અર્થાત્ જે બુદ્ધિમાન આ પ્રથમ અષ્ટકના ભાષ્યને સમજવા સમર્થ છે તે બીજા અષ્ટકોના અર્થને સમજવા પણ સમર્થ થશે.” સાયણની આ વાત જેટલી અર્થઘટનને વિષે લાગુ પડે છે તેટલી જ તેમના ભાષ્યની હસ્તપ્રતોને પણ લાગુ પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ અષ્ટકની હસ્તપ્રતોને આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org