________________
સંસ્કૃતગ્રંથોની પાઠસમીક્ષાનો આરંભકાળ
વહેંચાઈ જતી હોય છે. આવાં જૂથોમાં જે પાઠાંતરો હોય છે તે પરસ્પરથી તદ્દન સ્વતંત્ર જોવા મળતાં હોય છે. પરંતુ પૂર્વોક્ત (ક) અને (ખ) પ્રકારના દાખલામાંથી પહેલા દાખલામાં સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરતી વખતે જૂનામાં જૂનો અને ઉત્તમ પાઠ પ્રતિષ્ઠિત કરવાનું લક્ષ્ય રાખી શકાય છે. પરંતુ ઘણે ભાગે જેમ બનતું હોય છે તેમ પ્રાચીનતમ ગણાતી કોઈ એક હસ્તપ્રત કે જેના આધારે અન્ય હસ્તપ્રતો બનાવાઈ હોય છે, તેમાં ઘણી અશુદ્ધિઓ પ્રવેશેલી હોય છે. આવી અશુદ્ધિઓને કેવળ ધારણાથી કે અન્ય ગ્રન્થોના ઉદ્ધરણને આધારે આધુનિક જણાતી હસ્તપ્રતોમાં સુધારવામાં આવી હોય છે. આવા શુદ્ધ કરવામાં આવેલા અંશોને સમીક્ષિત આવૃત્તિઓની પાટીપમાં નોધવામાં અને ચર્ચવામાં આવે છે. પૂર્વોક્ત (ખ) પ્રકારના દાખલામાં જ્યારે વંશવૃક્ષમાં છેલ્લે જતાં અનેક જૂથો સ્વતંત્રપણે જોવા મળતા હોય ત્યાં પાઠસમીક્ષકનું કાર્ય થોડું મુશ્કેલ બને છે. કેમ કે આવા સંજોગોમાં પ્રત્યેક જૂથની હસ્તપ્રતો પ્રામાણિકપાઠ હોવા બાબતનો એક સરખો દાવો કરી શકે છે, આવા સંજોગોમાં પાઠસમીક્ષક જે તે પાઠના અંશને કોઈ પણ જૂથમાંથી પસંદ કરી શકે છે. પણ આવો પસંદ કરેલો પાઠ્યાંશ પાઠસમીક્ષકની દૃષ્ટિએ વધુ શુદ્ધ અને મૂળ ગ્રંથકર્તાની શૈલીની સાથે અનુરૂપ હોવો જોઈએ.
ક્યારેક હસ્તપ્રતોનો એવો સમુદાય પણ મળી આવે કે જેમાંનો શુદ્ધ (પરિશુદ્ધ) પાઠ અન્ય હસ્તપ્રતોના શંકાસ્પદ સ્થાનોને તદ્દન નિર્મૂળ કરી આપે. આ હસ્તપ્રતોના વત્તાઓછા મૂલ્યની ચકાસણી કોઈ પણ ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરતાં પૂર્વે થઈ જવી જોઈએ. આથી, કોઈ પણ પાઠસંપાદકને માટે એ આવશ્યક છે કે ઉપલબ્ધ તમામ હસ્તપ્રતોને સંતુલનપત્રિકા ઉપર ખૂબ કાળજીપૂર્વક નોંધી લે. આવી સંતુલન પત્રિકામાં એવા પાઠાંતરો પણ ઉતારી લેવા જરૂરી છે કે જેમાં સ્પષ્ટપણે લહિયાના હાથે થયેલી અશુદ્ધિઓ જ જણાતી હોય. ગંભીર પ્રકારની ભૂલો અને લાંબા લુમાંશો બે હસ્તપ્રતો વચ્ચેના સંબંધને બાંધી આપવામાં એટલા ઉપયોગી નથી થતા કે જેટલા એક-બે અક્ષરના લુમાંશો કે સમજપૂર્વકની ભૂલો ઉપયોગી થાય છે. કારણ કે આવા નાના અંશોમાં થયેલી ભૂલોને સુધારવાની લાલચ સ્વાભાવિક રીતે જ લહિયાઓને થઈ આવતી હોય છે, અને તેઓ પોતાની વૈયક્તિક વિદ્વત્તાને આધારે આવા સુધારાઓ કરવાનું સાહસ કરે છે. ઇરાદા વિનાની અશુદ્ધિઓ લહિયાઓનું ધ્યાન ખેંચતી નથી અને તેઓ તેને યથાવત્ રહેવા દે છે.
Jain Education International
૧૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org