Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 214
________________ પરિશિષ્ટ - ૨ પુણ્યવિજયજી વિશે જ્ઞાનોપાસક શ્રમણોની પ્રાચીન પરંપરાને મુનિ શ્રી પુણ્યવિજયજીએ સુપેરે સાચવી હતી. હેમચન્દ્રસૂરિજી, શાલિભદ્રસૂરિજી અને યશોવિજયજીની ઉજ્જવલ પરંપરાને પોતાની જ્ઞાનોપાસના દ્વારા એમણે ઓપ આપ્યો હતો. સ્વાધ્યાય, સંશોધન અને પ્રકાશન દ્વારા એ આખીય પરંપરાને અર્વાચીન સંદર્ભમાં સમૃદ્ધ અને શોભાપૂર્ણ બનાવી હતી. શ્રી સુરેન્દ્રભાઈ કાપડિયા મુનિશ્રી એક ઊંચી કોટિના વક્તા, પ્રભાવક વ્યાખ્યાતા હતા તેમ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયોનાં પાસાંઓને દીપ્ત કરનાર હતા. એમની વાણી ઋતંભરા, અર્થપ્રબોધી અને અહંભાવ વગરની હતી. આવા નિ:સ્પૃહી જ્ઞાનીને આચાર્ય પદવી આપવાની વારંવાર વિનંતિ થવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેનાં અસ્વીકાર કરી ત્યાગની ભાવના મૂર્તિમંત કરી હતી. એમના મુનિજીવનના યમ-નિયમ-સંયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેવી ઉદારતાનો લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યો છે, તે અનોખો છે. ‘જૈનશક્તિ’ દૈનિક, મુંબઈ : ૧૯-૦૬-૭૧ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મથી જૈન સંસ્કૃતિએ એક અમૂલ્ય રત્ન ગુમાવી દીધું છે. જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરે સ્થાનોના જૈન પુસ્તક ભંડારોને સુવ્યવસ્થિત કરવાની તાકાત તેમના સિવાય બીજા કોઈની ન હતી. નામનાથી સદા દૂર રહીને તેઓ સતત કાર્યમાં જ ગૂંથાયેલા રહેતા હતા. આચાર્ય પદવી લેવા માટે તેઓને અનેક વાર વિનંતી કરવામાં આવી હતી, પણ તેઓએ એનો સ્વીકાર કર્યો ન હતો. તેઓના કામને લીધે પરદેશમાં પણ તેઓની નામના થઈ હતી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે Jain Education International ૧૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218