Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 216
________________ પરિશિષ્ટ - ૩ જ્ઞાનોપાસનાનું બહુમાન : મહારાજશ્રીએ પોતાની નિરાભિમાન, સરળ અને ઉદાર જ્ઞાનસાધનાને કારણે, દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળવ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેની વિગતને મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ લેખી શકાય - ૧. કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ. ડી. માટેના મહાનિબંધના પરીક્ષક નીમવામાં આવ્યા હતા. છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦મું અધિવેશન સને ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું ત્યારે ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. ૩. ભાવનગરની શ્રી યશોવિજ્યજી જૈન ગ્રંથમાળાએ યોજેલ વિ. સં. ૨00૯ની સાલનો શ્રી વિજ્યધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને આગમપ્રભાકર'ની સાર્થક પદવી અર્પણ કરી હતી. ૫. ઑલ ઇન્ડિયા ઑરિએન્ટલ કૉન્ફરન્સના સને ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઑરિએન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું. ૭. વિ.સં. ૨૦૦૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીને “શ્રતશીલવારિધિ' ની યથાર્થ પદવી આપી હતી. મહારાજશ્રીની જીવનવ્યાપી નિર્ભેળ વિદ્યાપ્રવૃત્તિ, પરગજુ અને પારગામી વિદ્વત્તા, જ્ઞાનોદ્ધારની અનેકવિધ સત્યવૃત્તિ, આદર્શ સહૃદયતા અને ઊર્ધ્વગામી સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય એ સાધુતા અને ધન્ય એ વિદ્વત્તા ! ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218