________________
પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન
૧૬૧ ૩. મુનિ શ્રી પુણ્યવિજયજી અને શ્રી જખ્ખવિજયજી મ. સા. દ્વારા આગમોનું પાઠસંપાદન
પ્રશિષ્ટ કૃતિઓના પાસંપાદનની જે ચતુર્વિધ તબક્કાઓ ૧. અનુસંધાન (Hueristics), ૨. સંશોધન (Recensio), ૩. સંસ્કરણ (Emendation) અને ૪. ઉચ્ચતર સમીક્ષા(Higher Criticism)વાળી પદ્ધતિ પ્રોફે. કત્રે સાહેબે (૧૯૫૪) પૂર્વોક્ત ગ્રંથમાં સમજાવી છે. તથા ભાડારકર ઑરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયુટ, પૂનાએ ઈ. સ. ૧૯૩૩ માં પ્રકાશિત કરેલી “મહાભારત'ની સમીક્ષિત આવૃત્તિમાં જે પદ્ધતિ અપનાવાઈ છે તે આદર્શને સંમુખ રાખીને મુનિ શ્રી પુણ્યવિજ્યજી મ. સાહેબે (૧૯૬૮ માં) દ્રિસૂત્ર અનુવાદ્વાર નું; તથા મુનિ શ્રી જખ્ખવિજ્યજી મ. સાહેબે (૧૯૭૭માં) ગાજરત્ર ઇત્યાદિનું સમીક્ષિત પાઠસંપાદન કાર્ય કર્યું છે. આ બે ગ્રંથોની પ્રસ્તાવના જોતાં આ બન્ને મહાનુભાવોની પાઠસમીક્ષાની સામગ્રી અને પદ્ધતિ નીચે મુજબ જોવા મળે છે :
આચારાંગની પાઠપરંપરા જેમાં જળવાઈ રહી છે તે ૧. વર્તમાનમાં મળતી તાડપત્રીય અને કાગળની હસ્તપ્રતો, ૨. આચારાંગ ઉપરની સૌથી પ્રાચીન વ્યાખ્યા “ચૂર્ણિ” અને ૩. આચારાંગ ઉપરની સૌથી પહેલી શીલાચાર્યની સંસ્કૃત વૃત્તિ છે. આ ઉપરાંત ૪. પૂર્વેના પ્રકાશિત વિવિધ સંસ્કરણો પણ આ બધીય સામગ્રીમાંથી શ્રી જખ્ખવિજ્યજી મ. સાહેબે (અને શ્રી પુણ્યવિજ્યજી મ. સા.) હસ્તલિખિત પ્રતિઓનો જ મુખ્યતયા આધાર લીધો છે.
ઉપર્યુકત ત્રિવિધ સામગ્રીમાંથી કાલાનુક્રમની દષ્ટિએ જોઈએ તો ચૂર્ણિ' સૌથી વધુ પ્રાચીન છે તથા શીલાચાર્યની સંસ્કૃત વૃત્તિ' ૧૧૦ વર્ષો પૂર્વે રચાયેલી છે. તેથી ઉપલબ્ધ હસ્તલિખિત પ્રતો કરતાં તો તે પ્રાચીન છે જ, પણ ‘ચૂર્ણિ” તો ‘વૃત્તિ' કરતાંય વધુ પ્રાચીન છે.
હવે, હસ્તલિખિત પ્રત ઉપરાંતની જે ચૂર્ણિ કે શીલાચાર્યની વૃત્તિ છે જેને પાઠસમીક્ષાશાસ્ત્રમાં સહાયક સામગ્રી” (Testimonium) કહે છે તેમાંથી વૃત્તિમાં મળતા પાઠને સંપાદકોએ વધારે મહત્ત્વ આપ્યું છે. કેમ કે – ૧. વર્તમાન હસ્તપ્રતોનો પાઠ વૃત્તિની પાઠપરંપરાને પ્રાય: મળતો આવે છે, તથા ૨. અત્યારે મોટા ભાગે તેનો પઠન-પાઠનમાં અધિક પ્રચાર હોવાને લીધે, વૃત્તિના અભ્યાસીઓને અનુકૂળતા રહે તે માટે’ ૭ “વૃત્તિ” માં મળતા પાઠને પ્રાધાન્ય આપ્યું છે. મુનિ શ્રી જખ્ખવિજયજીએ આચારાંગ'ના સંપાદનમાં પાઇપસંદગીના નિયમો નીચે મુજબ સ્વીકાર્યા છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org