________________
પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન ૧૬૫ ૩. પાઠપરંપરાના ઉપર નિર્દિષ્ટ વંશવૃક્ષને સૂક્ષ્મ તર્કથી તપાસીએ તો ૧. “મારી વાચના', કે જેનો પાઠ દેવર્ધિગણિની વાચનામાં પ્રતિબિંબિત થયો છે, તે અને ૨. નાગાર્જુનીય વાચના, કે જેના અમુક પાઠાંતરોની (જ) નોધ લેવાઈ છે, તે બેનો તુલનાત્મક અભ્યાસ કરીને, પાટલિપુત્રની પ્રથમ બેઠકના પ્રાચીનતમ પાઠનું “અનુ-સન્ધાન” લગાવવું જોઈએ. કેમ કે ઉક્ત વંશવૃક્ષની દષ્ટિએ નાગાર્જુનીય પાઠપરંપરા એ સીધી જ પાટલિપુત્રની પાઠપરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે, (અને વળી તે પણ વલભીમાં જ મળી હતી !). તેથી તે આંશિકરૂપે જળવાયેલા પાઠનું પ્રાચીનતા અને મૌલિકતા બાબતે મૂલ્ય અસાધારણ છે. અદ્યાવધિ આ દિશાનો પ્રયાસ કોઈ સંશોધકે ના કર્યો હોય તો તે પાર કરવા જેવો છે ! તિ કિ .
૫. પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન
પ્રોફે. કે. આર. ચંદ્રાસાહેબે “આચારાંગસૂત્ર'ના પાઠસંપાદનમાં મુનિ શ્રી જબૂવિજયજી દ્વારા ઉપર્યુક્ત હસ્તપ્રતોમાં સચવાયેલા વિવિધ પાઠાંતરો, અને સૂત્રકૃતાંગ, ઇસિભાસિયાઈ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિકાદિ પ્રાચીનતમ ગ્રંથોમાંથી પ્રાચીન અર્ધમાગધી ભાષાની લાક્ષણિકતાઓ તારવી આપવાનો સફળ અને પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. તેમણે તેમનાં નિષ્કર્ષો પૂર્વભારતના અશોકકાલીન શિલાલેખોમાં મળતી ભાષાના સ્વરૂપથી સમર્થિત પણ થાય છે, એમ પણ દર્શાવ્યું છે.
એમના મતે ૧. શબ્દના મધ્યવર્તી વ્યંજનો વા, તે, ટુ નો લોપ નહીં થતાં તે વ્યંજનો યથાવત ચાલુ રહેતાં હોય, ૨. અઘોષ વ્યંજનો, જેવાકે - , , થ નું ઘોષીકરણ થઈને અનુક્રમે ૧, ૨ અને ધ માં પરિવર્તન થતું હોય ૩. સંયુક્તાક્ષર જ્ઞ' નું ‘ન' માં પરિવર્તન થતું હોય તેવા ક્ષેત્રજ્ઞ વગેરે) શબ્દો, અને ૪. સપ્તમી વિભક્તિ - એકવચનનો –સિં/ પ્રત્યય જેમાં જોવા મળતો હોય તેવા શબ્દો (પાઠાન્તરો) જો એક તરફથી આચારાંગાદિની કોઈકને કોઈક હસ્તપ્રતમાંથી મળી શકતા હોય, અને બીજી તરફથી તે ઈ. સ. પૂર્વે ૩૦ ના પૂર્વભારતીય અશોકકાલીન શિલાલેખોની ભાષાનાં રૂપોથી સમર્થિત પણ થતાં હોય તો, તેવા પાઠાન્તરોને જ પ્રાચીનતમ અર્ધમાગધીનો પાઠ ગણીને સમીક્ષિત આવૃત્તિમાં સ્થાન આપવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org