________________
પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપના . ૧૬૩ હસ્તલિખિત પ્રતો અને સહાયક સામગ્રીરૂપ (ટીકા, વૃત્તિ ઇત્યાદિ) ગ્રંથોમાંથી મળતા હોય તેવા પ્રાચીનતમ અને/અથવા મૂળ ગ્રંથકારને અભિમત હોય તેવા પાઠની પ્રતિષ્ઠા કરવી, તથા અન્ય પાઠપરંપરામાં જળવાયેલા પાઠાન્તર, પ્રક્ષેપાદિને સમીક્ષાગીય સામગ્રી' તરીકે વૈજ્ઞાનિક પદ્ધતિએ પાટીપમાં નોધવા, કે જેથી ભવિષ્યના અધ્યેતાને એ તમામ પાઠાન્તરાદિની વિગતો એક જ પૃષ્ઠ ઉપર ઉપલબ્ધ થઈ જાય.
નાગમોના સંદર્ભમાં તો “મૂળ ગ્રંથકારનો” (એટલે કે ભગવાન મહાવીરનો) સ્વહસ્તલેખ તો ક્યારેય હતો જ નહીં, તેથી આધુનિક પાઠસંપાદકોનું એ લક્ષ્ય રહેવું જોઈએ કે તે ઉપલબ્ધ સામગ્રીમાંથી પ્રાચીનતમ પાઠને (જ) પ્રતિષ્ઠિત કરે. આ સંદર્ભમાં જૈનાગમોની પાઠપરંપરાનું વંશવૃક્ષ વિચારીએ તો – *ભગવાન મહાવીરને અભિમત એવો આગમોનો પાઠ(=મહાવીરની વાણી)
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૬૦ વર્ષે એટલે કે ઈ. સ. પૂર્વે ૩૬૭માં, પાટલિપુત્રમાં સ્થૂલભદ્રની બેઠકમાં નક્કી થયેલો અર્ધમાગધી ભાષામાં ઉપનિબદ્ધ એવો પાઠ.
એક જ સમયે (ઈ. સ. ૩૧૩માં) મળેલી બે બેઠકો
મથુરામાં
વલભીમાં આર્ય સ્કંદિલના નેતૃત્વવાળી બેઠકમાં નાગાર્જુનના નેતૃત્વવાળી નકકી થયેલો
બેઠકમાં નકકી થયેલો પાઠ (સંભવત: શૌરસેનીમાં) પાઠ (જેમાંના કેટલાક અંશ એમના
નામે પાઠાંતર રૂપે નોધાયા છે) (માથરીવાચનાને આધારે) વલભીમાં ઈ. સ. ૪૫૩ કે ૪૬૬માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે લિપિબદ્ધ કરેલો પાઠ
ચૂિર્ણિ, માલધારી હેમચન્દ્રસૂરિ, શીલાંકાચાર્યની વૃત્તિઓ • વ્યાખ્યા ગ્રંથોની રચનાનો ગાળો –
શ્વેતાંબર જૈનોને માન્ય એવો જૈન મહારાષ્ટ્રીમાં લખાયેલો પાઠ, જે આજે તાડપત્રીય અને કાગળની હસ્તલિખિત પ્રતિઓમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org