________________
૧૬૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
આ રીતે, જૈનાગમોની વાચનામાં પ્રાચીન અર્ધમાગધીના ભાષા સ્વરૂપની પુન:સ્થાપનાનો પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થયો છે, ત્યારે એ વિચારતંતુને તાર્કિક દષ્ટિએ વિસ્તારવાનું મન થાય એ પણ સ્વાભાવિક છે. આથી એક સૂચન એવું પણ કરું છું કે જે સંસ્કૃત શબ્દોના તદ્ભવ શબ્દો પ્રાકૃતમાં જુદા જુદા કાળે જુદા જુદા સ્વરૂપે વપરાતાં ગયા છે, તેમાંથી ધ્વનિશાસ્ત્રની દષ્ટિએ જે પ્રાચીન અને પહેલું તભાવ રૂપ હોય તેનો વિશેષ આદર કરવો, અને જે રૂપ નિશ્ચિતપણે ઉત્તરવર્તી કાળનું તદ્ભવ રૂપે હોય તેનો અસ્વીકાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે – સંસ્કૃત રક્ષિા શબ્દ લઈએ. તેના નિવા, વિ અને ટ્રાફિળો એવાં વિભિન્ન પ્રાકૃત રૂપો ઉપલબ્ધ થાય છે. તો આ ત્રણેય વૈકલ્પિક રૂપોમાંથી કાલાનુક્રમની દષ્ટિએ જે પહેલું ધ્વનિશાસ્ત્રીય રૂપાંતર હોય, (એટલે કે બિ ) તેનો જ પાઠપસંદગીમાં આદર કરવો જોઈએ.
જૈનાગમોના અત્યારે મળતાં પાઠાંતરો બહુધા ધ્વનિશાસ્ત્રીય દષ્ટિએ, પ્રાકૃતભાષાનાં આવાં વૈકલ્પિક રૂપો છે. તેથી તેમની પસંદગીમાં પણ કાલાનુક્રમની દષ્ટિએ જે પહેલું પરિવર્તન હોય તેનો વિશેષ આદર કરવો એ જ તાર્કિક વાત છે !
આ સંદર્ભમાં બીજી પણ એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. ઉપલબ્ધ જૈનાગમોમાં આવાં વૈકલ્પિક રૂપોમાંથી જે ઉત્તરવર્તીકાળમાં વિકસેલું રૂપ (દા.ત. રળિ) હોય તે સાંખ્યિક દષ્ટિએ વધારે વાર વપરાયું હોય અને પૂર્વકાલિક રૂપાંતર (દા.ત. વિરાળ) એકાદવાર જ વપરાયું હોય, તો પણ તે પૂર્વકાલિક રૂપની જ સ્વીકાર કરવો જોઈએ. કારણ કે પાઠસમીક્ષાનો એ સિદ્ધાંત છે કે – ‘હસ્તપ્રતોની સંખ્યાને નહીં, પણ આંતરિક અને અનુલેખનીય સંભાવનાને ધ્યાનમાં લો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org