________________
પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન ૧૫૯ સ્વહસ્તલેખ (Autograph) કદાપિ હતો જ નહીં. બન્ને સંસ્કૃતિના અનુયાયીઓએ પોતપોતાના જ્ઞાનરાશિને કેવળ શ્રુતિ પરંપરાથી સદીઓ સુધી સાચવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. શ્રમણ સંસ્કૃતિના સાધુઓ સમયે સમયે મળતા રહ્યા છે અને પરસ્પરના શ્રુતજ્ઞાનને ચકાસીને તેને વ્યવસ્થિત કરતા રહ્યા છે. જેમ કે, બૌદ્ધત્રિપિટકોના પાઠનું સંપાદન કરવા માટે ત્રણ સંગીતિઓ બોલાવવામાં આવી હતી એવા ઉલ્લેખો બૌદ્ધ ગ્રંથોમાંથી મળી આવે છે. આવી પહેલી સંગીતિ રાજગૃહમાં, બીજી વૈશાલીમાં અને ત્રીજી સમ્રાટ અશોક (ઈ. સ. પૂર્વે ૫૦)ના સમયમાં, એટલે કે બુદ્ધનિર્વાણનાં ૨૩૬ વર્ષ પછી પાટલિપુત્રમાં ભરાઈ હતી. આ ત્રીજી સંગીતિમાં બૌદ્ધ આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા.
આવી જ રીતે, મહાવીરની વાણીને પ્રથમ તબક્કે ગૌતમાદિ શિષ્યોએ મૌખિક પરંપરાથી જ સાચવી હતી. પણ પછી બીજો તબક્કે, એટલે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૬૦ વર્ષે (એટલે કે ઈ.સ. પૂર્વે ૩૬૭ માં) ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે દુકાળ પડ્યો હતો તે પછી સ્થૂલભદ્ર પાટલિપુત્રમાં દેશભરના જેનશ્રમણોનું સંમેલન બોલાવ્યું હતું, અને ત્યાં સૌએ એકઠા મળીને કુતજ્ઞાનને વ્યવસ્થિત કર્યું હતું. એવું બીજું સંમેલન ઈ.સ. ૩૦-૩૧૩ માં આઈસ્કંદિલના નેતૃત્વ હેઠળ મથુરા (સૂરસેન)માં બોલાવવામાં આવ્યું હતું. બરાબર તે જ સમયે ગુજરાતના વલભી શહેરમાં નાગાર્જુન સૂરિએ પણ એક પરિષદ ભરીને આગમની વાચના વિશે ચર્ચા હાથ ધરી હતી. એ પછી ઈ. સ. ૪૫૩-૪૬૬ માં, અને વલભીમાં જ, દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે ચોથું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. તેમાં મથુરામાંથી મંગાવેલી “માધુરી વાચના’ને આધારે જૈન આગમને સંકલિત કરીને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. તથા આ સમયે જે પાઠોનો સમન્વય ન થઈ શક્યો તેમને વધારે પુળ = (વનાન્તરે પુન:) [બીજી કોઈક વાચનામાં વળી આમ વાંચવા મળે છે. એમ કહીને નોધવામાં આવ્યા અથવા તો, કેટલાક પાઠાંતરો માટે ના નવા વં તત્તિ | ઇત્યાદિ રૂપે ઉલ્લેખવામાં આવ્યા છે. વળી, આ સમયે, “દષ્ટિવાદ' નામનો ગ્રંથ ક્યાંયથી પણ પ્રાપ્ત નહીં થતાં ઉચ્છિન્ન થયેલો જાહેર કરવામાં આવ્યો હતો.
વેદસાહિત્યમાં શબ્દનું પ્રાધાન્ય ગણાયું હોઈને, કાલાન્તરે વેદમંત્રોના અર્થ બાબતે ઘણી વિપ્રતિપત્તિઓ ઊભી થઈ છે. પણ તેના શબ્દો તો સસ્વર યથાવત અદ્યાવધિ સચવાયા છે. જ્યારે જૈનાગમોમાં મહાવીરની વાણીના શબ્દનું નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org