________________
૧૬. હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત-પાઠભેદ ચર્ચા : ‘ગુણરત્નાકરછંદ’ના સંદર્ભમાં
ડૉ. કાન્તિભાઈ બી. શાહ
આજથી લગભગ ૫૦૦ વર્ષ અગાઉ રચાયેલી, પણ હજી સુધી અપ્રગટ રહી ગયેલી, જૈન સાધુકવ સહજસુંદરની સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુવાળી ૪૧૯ કડીની એક દીર્ઘ છંદસ્વરૂપી પઘરચના ‘ગુણરત્નાકરછંદ’ ના સંશોધન-સંપાદનનું કામ હાથ લીધું ત્યારે એ સમજ આવતી ગઈ કે હસ્તપ્રત સાથેની નિસબત સંશોધનની સ્વાધ્યાયની કેવી નવીનવી કેડીઓ ખોલી આપે છે, આપણી અજ્ઞતાના અંધકાર ઉપર નવો પ્રકાશ પાથરી આપે છે ને એ રીતે હસ્તપ્રત સ્વયં એનું સાંસ્કૃતિક-શૈક્ષણિક મૂલ્ય વધારી દે છે.
આ સંદર્ભે કેટલીક વાત કરીને તે પછી કૃતિની મુખ્ય પ્રત-પસંદગી અને કૃતિની વિવિધ હસ્તપ્રતોના કેટલાક પાઠભેદો અંગે ચર્ચા કરવાનો ઉપક્રમ છે.
૧. કવિ સહજસુંદરે નાનીમોટી થઈને ૨૫ જેટલી કૃતિઓનું સર્જન કર્યું છે. કવિનું આ સાહિત્યસર્જન થયું ૧૬મી સદીમાં, પણ એમની ત્રણ નાની સઝાયો જેવી લઘુકૃતિઓને બાદ કરતાં છેક ૧૯૮૪ સુધી આ કવિનું કાંઈ જ સાહિત્ય પ્રગટ થયું નહોતું. છેક ૧૯૮૪-૮૫માં ડૉ. નિરંજના વોરાએ આ કવિની બે રાસકૃતિઓ ‘પ્રદેશી રાજાનો રાસ' અને ‘સૂડા સાહેલી રાસ' અનુક્રમે ‘ભાષાવિમર્શ’ના જુલાઈ-સપ્ટે.'૮૪ના અંકમાં અને ઓકટો-ડિસે.’૮૫ના અંકમાં સંપાદિત કરી પ્રગટ કર્યા. તે પછી ૧૯૮૯માં એ બે તથા અન્ય કેટલીક આ જ કવિની રાસકૃતિઓ, સ્તવન, સઝાય, ગીત આદિ કૃતિઓ ‘કવિ સહજસુંદરની રાસકૃતિઓ' એ નામે ગ્રંથસ્થ કરી, પણ આ કવિની સર્વોત્તમ કૃતિ ‘ગુણરત્નાકરછંદ’ તે અદ્યાપિપર્યંત અપ્રગટ જ રહી. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલી કૃતિઓમાં આ કવિની ૧૪ કડીની એક કૃતિ ‘સરસ્વતીમાતાનો છંદ’ પણ પ્રગટ થઈ છે.
Jain Education International
૧૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org