________________
૧૪૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
આમ ગુણરત્નાકરછંદ'નું સંપાદન હાથ ધરતાં એની હસ્તપ્રતમાંથી આ એક આનુષંગિક લાભ પ્રાપ્ત થયો.
૩. ‘ગુણરત્નાકરછંદ' માં કવિએ ચારણી વપરાશવાળા અક્ષરમેળ-માત્રામેળ છંદોનો ઉપયોગ કર્યો છે. એની હસ્તપ્રતોમાં કડીની આગળ આ છંદનામ નોંધાયેલાં છે. એમાં રેડકી છંદની પણ ૯ કડીઓ છે. આ રેડકી છંદની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નહોતી. બૃહસ્પિંગળ' માં પણ નહીં. ચારણી પરંપરાના છંદોમાં “રણકી' છંદ છે. પણ એ રણકી છંદ કરતાં આ રેડકી છંદનું બંધારણ અલગ પડે છે. પાગ ‘ગુણરત્નાકરછંદ' ની એક હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ (સૂ. કે - ૯૯૮૪) ની હસ્તપ્રતમાં રેડકી છંદનું વૈકલ્પિક નામ રૂડિલા છંદ નોંધાયેલું છે. તો આ રેડકી અને રૂડિલા એક જ છંદ હશે? એ એકબીજાનાં વૈકલ્પિક નામો હશે એવો પ્રશ્ન મનમાં ઘોળાતો હતો. પણ હમણાં જ “અનુસંધાન’ના ૮ મા અંકમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીએ ‘લલિતાંગચરિત્ર' અપરનામ “રાસકચૂડામણિ' નામની છંદોવિધ્યવાળી લાંબી કથનાત્મક અપ્રગટ કૃતિ સંપાદિત કરીને પ્રગટ કરી તેમાં ‘એડિલ્લા' છંદનિર્દેશવાળી ચાર કડીઓ (૩૭૬ થી ૩૭૯) હતી. ‘ગુણરત્નાકરછંદ' ના રેડકી છંદના નિર્દેશવાળી અને આ કૃતિના ‘રોડિલ્લા” છંદનિર્દેશવાળી કડીઓનું છંદબંધારણ પણ એકસરખું જ . જણાયું. એ પરથી નિશ્ચિત થઈ શકયું કે રેડકી અને રોડિલ્લા કે રૂડિલા છંદ એક જ છે. આમ એકથી વધુ હસ્તપ્રતો સાથે કામ લેવાનું થાય છે ત્યારે કૃતિના સમય અંગે, કર્તા અંગે, કેટલીક ઐતિહાસિક વિગતો અંગે, કૃતિના છંદ અંગે વધુ માહિતી કે ચોક્કસ પ્રમાણો સાંપડે છે - નવી દિશાઓ ખૂલતી આવે છે. એ રીતે હસ્તપ્રતોનું સાંસ્કૃતિક-શૈક્ષણિક મહત્ત્વ કેટલું છે એ હું ‘ગુણરત્નાકરછંદ'નું મારું સંપાદનકાર્ય કરતાં જાણી શક્યો છું.
જો કોઈ કૃતિની એકથી વધુ પ્રતો પ્રાપ્ય હોય તો સામાન્યત: કૃતિની મુખ્ય વાચના માટે કૃતિના રચનાવર્ષથી સૌથી નજીકનું લેખનવર્ષ ધરાવતી હસ્તપ્રતને વધારે પ્રમાણભૂત ગણવાની રહે અને એનો મુખ્ય આધાર લેવાનું વલણ રહે. પણ દરેક વખતે આ ધોરણ લાગુ પાડી શકાય નહીં. જો કૃતિના રચનાવર્ષથી સૌથી નજીકના લેખનવર્ષવાળી હસ્તપ્રતના પાઠો ભ્રષ્ટ હોય - લહિયા દ્વારા કૃતિ ભ્રષ્ટ પાઠ સાથે ઉતારવામાં આવી હોય એ પ્રત સ્વીકાર્ય બની શકે નહીં. જો એને મુખ્ય આધાર તરીકે સ્વીકારવામાં આવે તો ભ્રષ્ટ પાઠ છોડતા જઈને અન્ય પ્રતોના પાઠો સ્વીકારવાનો મોટો આયામ એમાં અનિવાર્ય બની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org