________________
૧૪૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
૨. એક જગાએ તો છંદદષ્ટિએ મુખ્ય પ્રતને પાઠ છોડવો પડ્યો તેનું ઉદાહરણ લઈએ. કે પ્રત પાઠ આપે છે : “હસ્ત કમંડલ પુસ્તક વીણા સુહમણઝાણનાણગુણલીણા” અન્ય પ્રતો ‘મણ’ પાઠ બાદ કરીને પંક્તિ આપે છે :
‘હસ્ત કમંડલ પુસ્તક વીણા સુહ ઝાણનાણગુણલીણા'. (હાથમાં કમંડલ, પુસ્તક અને વીણા ધારણ કરેલી તેમ જ શુભ ધ્યાન, જ્ઞાન અને ગુણમાં લીન બનેલી (દેવી સરસ્વતી.) )
હવે અહીં બાકીની બધી પ્રતો મણ પાઠ નથી આપતી માટે કે પ્રતને પાઠ છોડ્યો છે. એમ નહીં, પણ છંદદષ્ટિએ પણ એ વધારાનો કરે છે માટે.
અહીં પ્રથમ આર્યા કે આર્યા છંદ છે. કુલ ૫૭ માત્રાનો. પહેલા ચરણમાં ૩૦+ બીજા ચરણમાં ૨૭. આ પંકિત આર્યા છંદનું પહેલું ચરણ હોઈ મણ” પાઠ રદ કરવાથી જ એની ૩૦ માત્રા જળવાય છે.
૩. કોશા આંગણે આવેલા યુવાન સ્થૂલિભદ્રને (દીક્ષા પહેલાં) રીઝવવા જે ચેષ્ટાઓ કરે છે તેનું વર્ણન : ક પ્રત : ‘ભમુહ-કમણિ કરી તિહાં તાકઈ તીર-કડકખ અન્ય પ્રતો કડકખ” ને સ્થાને તડકખ” પાઠ આપે છે. અહીં અર્થબોધ સૌંદર્યની દષ્ટિએ ‘તીર-કડકખ” ઉચિત લાગે. અર્થ ભ્રમરની કમાન કરીને કટાક્ષ-તીર (તીર-કડકખ) તાકે છે.' હવે જો ‘તડકખ” પાઠ લો તો તડાક દઈને તીર તાકે છે” એમ અર્થ થાય. જોકે 'તડકખ પાઠથી અહીં રવાનુકારિતા પ્રવેશે છે ને વર્ણસગાઈને વધુ ધાર મળે છે.
‘તિહાં તાકઈ તીર તડકખ પણ 'તીર-કડકખ નું કાવ્યસૌંદર્ય છોડવાનું પણ કોઈ કારણ ન જણાતાં પાઠ યથાવત્ રાખ્યો.
અહીં કેટલીક હસ્તપ્રતને લહિયાઓએ તો સ્ત્રીની ચેષ્ટાઓની વાત આવી એટલે વગર સમજ્ય કમાણિ” નો કામિણી-કામિની' પાઠ કરી નાખ્યો. એ તો સ્પષ્ટત: ખોટો અર્થભેદ જ થઈ ગયો છે. “ભમુહ-કમાણિ' એટલે તો આંખની ભ્રમરરૂપી કમાન અને એ કમાન ઉપર ચડાવીને તીર તાકે છે.
૪. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં પ્રથમ વાર આવે છે ત્યારે આરંભમાં તો કોશાને આ પુરુષ દ્રવ્ય કઢાવવાનું એક સાધન જ જણાય છે. પણ પછી એને નજીકથી નજરે નિહાળતાં એ એમાં અનુરક્ત-પ્રેમવિહ્વળ બને છે ત્યારે પંક્તિ આ પ્રમાણે છે :
ક પ્રત : ગણિકા-ભાવ સ્યા માંહિ, જિસ્યઉંજલ ઉપરિ લેખે હવે કેટલીક પ્રતો ‘ગણિકા-ભવ” પાઠ આપે છે. આ બીજા પાઠનો અન્વયાર્થ તો બહુ સીધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org