________________
૧૪૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન
વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની હસ્તપ્રત સુરક્ષિત છે. જેનું લખાણ સોનેરી શાહીથી લખેલું છે. આ હસ્તપ્રતમાં આઠ ચિત્રો અને ૭૪ અપ્રતિમ કારીગરીવાળી સુંદર કિનારો છે.
વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા હસ્તપ્રત-સંગ્રહો છે. અહીંના વીરવિજયજી સંગ્રહમાં “ઓઘનિર્યુક્તિ' ગ્રંથની ઈ.સ. ૧૧૬૧ની પ્રત છે. જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા અને બ્રહ્મશાંતિયા મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દષ્ટિએ મહત્ત્વના છે.
ઈડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના હસ્તપ્રતસંગ્રહમાં કલ્પસૂત્ર અને કાલકકથાની ૧૪મી-૧૫મી સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચિત્રો દોરેલાં છે. કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે. જેમાં અષ્ટમાંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ, એમના યક્ષ પક્ષી, ઋષભદેવનું નિર્વાણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને મનોહર રીતે આલેખાયાં છે.
લીંબડીને જૈન જ્ઞાનભંડારમાં ઈ.સ. ૧૪૧૫-૧૬માં રચાયેલી કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે.
જામનગરમાં કલ્પસૂત્ર-કાલકકથા (ઈ.સ. ૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. કોબા (ગાંધીનગર)માં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં મુનિ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રત જળવાયેલી છે. ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર પાઠ’ નામની હસ્તપ્રત સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષામાં સં ૧૭૫૫માં લખાયેલી, જેમાં ૨૨ ચિત્રો છે. “આનંદઘન ચોવીસી'ની હસ્તપ્રતમાં ચોવીસ તીર્થકરોનાં સ્તવનોની રચના કરેલી છે, જેમાં કુલ ૧૪ ચિત્રો છે. આ પ્રત ૧૭મા સૈકામાં લખાયેલી છે.
અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં ‘સૂરિમંત્રપટ'નું ૧૪મી સદી જેટલું પ્રાચીન ચિત્ર જળવાયું છે. એમાં પૂર્ણ વિકસિત પદ્મ પર બેઠેલ મહાવીરસ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીનું ચિત્ર નજરે પડે છે. અહીંના સંગ્રહમાં ઋષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબુ દ્વિીપનો ૧૬મી સદીનો પટ્ટ સંગ્રહાયેલો છે.
હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી પાટલીઓ ઉપર લઘુચિત્રો દષ્ટિગોચર થાય છે. મુનિ પુણ્યવિજ્યજી સંગ્રહમાંની એક પાટલી પર મહાવીરસ્વામીના ૨૭ ભવો પૈકી કેટલાક ભવોનું ચિત્રાંકન કરેલું નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org