________________
૧૧. હસ્તપ્રતોનું ઐતિહાસિક
તથા
સાંસ્કૃતિક મહત્ત્વ
પ્રા. હરિપ્રસાદ શાસ્ત્રી .
અભિલેખો અને સાહિત્યકૃતિઓની જેમ હસ્તપ્રતો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના સ્રોત તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
હસ્તપ્રતોમાં ગ્રંથના તે તે ખંડના અંતે તેમજ સમગ્ર ગ્રંથના અંતે આપવામાં આવેલી પુષ્પિકા પરથી પ્રસ્તુત ગ્રંથનું તથા એના કર્તાનું નામ જાણવા મળે છે. કેટલીક હસ્તપ્રતોમાં ગ્રંથના અંતે ગ્રંથકાર-પ્રશસ્તિ આપી હોય છે, તેના પરથી ગ્રંથકારનાં કુળ, સમય, સમકાલીન રાજા, પૂર્વજો, સ્થાન ઇત્યાદિની વિગતો પ્રાપ્ત થાય છે. વળી હસ્તપ્રતના અંતે લહિયાએ આપેલી પોતાની માહિતી પરથી તેનું નામ, કુળ, સ્થાન, જ્ઞાતિ, લેખન-સમય ઇત્યાદિ ઉપરાંત ઘણીવાર સમકાલીન રાજાનાં નામ-બિરૂદ, અધિકારીઓ વગેરેની વિગત પણ ઉપલબ્ધ થાય છે. આ વિગતો પરથી કેટલીક વાર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઉપયોગિતા ધરાવતી માહિતી પણ પ્રકાશમાં આવે છે.
દા.ત. સિદ્ધરાજ જયસિંહનો ઐતિહાસિક વૃત્તાંત નિરૂપવા માટે એ સોલંકી રાજવી (વિ. સં. ૧૧૫૦-૧૧૯૯) ના સમકાલીન હેમચન્દ્રાચાર્યો દ્વયાશ્રય મહાકાવ્યમાં એ રાજવીનાં કેટલાંક પરાક્રમ નિરૂપ્યાં છે. તેમાં પહેલાં બર્બરકપરાભવ અને પછી માલવ-વિજયને મહત્વ આપ્યું છે, જ્યારે સોરઠ-વિજયની ઘટના નિરૂપી નથી. જયસિંહદેવનાં પરાક્રમો અને એના કાલાનુકમની બાબતમાં હસ્તપ્રતોમાંથી પ્રશસ્તિઓ મહત્ત્વની પ્રમાણિત માહિતી પૂરી પાડે છે. દા. ત. નિશીથચૂણિ” ની વિ. સં. ૧૧૫૭ની પ્રશસ્તિ તથા ‘આદિનાથચરિત્ર' ની વિ. સં. ૧૧૬૦ની પ્રશસ્તિમાં જયસિંહદેવના નામ સાથે કોઈ વિશિષ્ટ બિરુદ આપ્યાં નથી. આ પરથી જયસિંહદેવના રાજ્યકાલનાં આ આરંભિક વર્ષોમાં એનાં કોઈ વિશિષ્ટ પરાક્રમ કરાયાં ન હોય, પરંતુ ભરૂચ અને અર્ધભરત અને એની સત્તા
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org