________________
બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન
૧૨૫
૧૪મી પંક્તિના અંતે આવે છે. એમાં નીચેનું લખાણ છે : શ્રી વિમાહિત્ય नरेंद्रकालात् । साशोतिके याति समासहस्रे । सश्रीकजाबालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पं ।। ११ ॥ छ ॥ श्री ।। शुभं भवतु ॥ संवत् १९४९ पोस शुक्ला १० કુત્રેિ નિતિ નીમી સેવMI: સવારું નપુર માધવરાશે. અર્થાત્ પુરમાં સવાઈ માધવરાય સિંધિયા રાજાના રાજ્યમાં જોશી દેવકૃષ્ણ આ હસ્તપ્રતનું લેખન કાર્ય કર્યું હતું.
ઉપરની ચારે હસ્તપ્રતોની તુલના કરતાં એવું તારણ નીકળે છે કે પાટણની બંને હસ્તપ્રતો તથા વડોદરાની હસ્તપ્રત એ મૂળે જેસલમેરની જ હસ્તપ્રતની જુદા જુદા સમયે થયેલી નકલો છે, તેથી જેસલમેરની પ્રત જ સૌથી ઓછી ભૂલોવાળી જણાય છે અને નકલમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પાઠો ભ્રષ્ટ થતા ગયા છે. દા. ત. ગ્રંથના આરંભના શ્લોકમાંનો જરા અસ્પષ્ટ લખાણવાળો યુદ્ધ એ પાઠ પડીમાત્રામાં હોવાથી પ્રવો જેવો વંચાઈ જાય તેવો છે અને ત્રણે નકલોમાં આ ભ્રષ્ટ પાઠ જ જોવા મળે છે એ ઉપરથી એમ પણ જણાય છે કે મૂળ તાડપત્રપ્રત તથા આ નકલ કરનાર લહિયા આ વિષય - વ્યાકરણના જાણકાર ન હતા. વળી તેમણે ૩ અને ૪ વચ્ચે કોઈ ભેદ પાડ્યો નથી, એ પણ આ બાબતનું સમર્થન કરે છે. કાળક્રમની દષ્ટિએ જોતાં જેસલમેરની પ્રત વિક્રમસંવતની ૧૩મી સદીમાં લખાઈ હતી, જ્યારે પાટણની પ્રથમ પ્રત વિ. સં. ૧૯૪રમાં ઘણું કરીને પાટાગમાં લખાઈ હતી. વડોદરાની પ્રત અને જેસલમેરની પ્રત ઉપરથી જણાય છે કે તે જયપુરમાં વિ. સં. ૧૯૪૯માં લખાઈ હતી. જ્યારે પાટણની બીજી પ્રત વિ. સં. ૧૯૫૫માં લખાઈ હતી, કારણ કે પ્રથમ પત્રના કાગળમાં ઊધઈ લાગવાથી છેદ પડ્યા હતા અને તેનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર પડી હતી. આ રીતે વધુ સંભવ એવો છે કે પાટણની પ્રથમ પ્રત અને વડોદરાની પ્રત એ બે જેસલમેરની પ્રત પાટણની પ્રથમ પ્રત તથા કદાચ જેસલમેરની પ્રતની પણ સહાય લઈને લખાઈ હતી.
સંપાદન અને મુશ્કેલીઓ વિશે હવે વિચાર કરવો જરૂરી છે. આ ગ્રંથ વિષે અસ્માત જ જાણકારી મળી હતી. ઈ. સ. ૧૯૭૪ના અરસામાં એક વખત પંડિત માલવણીયાજીએ આ ગ્રંથ વિશે કામ કરવા જેવું છે એમ જણાવ્યું અને પછી ઉમેર્યું કે પંડિત બેચરદાસજી દોશીએ આ ગ્રંથની થોડાંક પત્રોની નકલ તેમને બતાવી ત્યારે તેમાં મોં માથું જડતું નથી' એમ કહીને પાછી આપી હતી અને મ. મ. પં. કાશીનાથ શાસ્ત્રી અભંકરે પણ એવા જ કારણે એ નકલ પાછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org