________________
૧૨૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આપીને કામ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો ન હતો. આ વાત જાણીને મનમાં એવો વિચાર આવ્યો કે આ બુદ્ધિસાગર વ્યાકરણ બાબતમાં નવેસરથી પ્રયત્ન કરવાનું સાહસ કરવામાં નુકસાન નથી. કેમ કે જો નિષ્ફળ જણાશે તો તે બાબતમાં ખૂબ વિકૃત મહાપંડિતોનું પીઠબળ રહેશે અને તેઓ નિષ્ફળ ગયા ત્યાં મારા જેવાની નિષ્ફળતા ખાસ કોઈ નિન્દાપાત્ર નહીં ગણાય. પણ ભાગ્યmગે એ થોડી પણ સફળતા પામશે તો તેમાં યશોલાભ જ થવાનો ! તેથી સાહસ અને આંધળુકિયું કરીને આ કામ હાથ ધર્યું અને દેવદૂતો જ્યાં વિચરતાં બીએ ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે' એવા તાત્પર્યની અંગ્રેજી કહેવતને જાણી જોઈને અનુસરીને, પૂર્વ કોઈએ આ હસ્તપ્રતની તાજેતરમાં નકલ કરી હોવાની જાણકારી ન હોવાથી, જાતે જ નવેસરથી તેની આધુનિક રીતે નકલ ઉતારવાનો આરંભ કર્યો અને સમજણ પડે કે ન પડે પણ ઉતારો કર્યા કરવો એવો નિશ્ચય ધર્યપૂર્વક જાળવી રાખ્યો. આશરે પચીસ પત્રોનો ઉતારો પૂરો થવા આવ્યો તેવામાં પાઠમાં આવ્યું કે “સમાd ૨ સિંાનુI” આ સાથે જ મગજમાં અજવાળું થઈ ગયું ! કેમ કે, “સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રના ઇતિહાસ (ભાગ ૧, પૃ. ૩૮) માં પં. યુધિષ્ઠિર મીમાંસકે જણાવેલું કે બુદ્ધિસાગરનું લિંગાનુશાસન તેમની નજરે પડ્યું નથી. હવે પ્રતીતિ થઈ કે મેં એક આણચિંતવ્યો ગ્રંથ ખોળી કાઢવાની મહાન શોધ કરી છે ! પછી વામનના અને દુર્ગના લિંગાનુશાસનોના અભ્યાસની મદદથી બુદ્ધિસાગરના લિંગાનશાસનનો અંત પકડીને પૂછવું હાથમાં આવતાં દરમાંથી આખો સાપ બહાર ખેંચી કાઢી શકાય એ ન્યાયે તેનો આરંભ પણ શોધી કાઢ્યો. અંતે આશ્ચર્ય સાથે જાણવા મળ્યું કે બુદ્ધિસાગરનું લિંગાનુશાસન એ સ્વતંત્ર ગ્રંથ નથી પણ એમના વ્યાકરણના પ્રથમ અધ્યાયના બીજા પાદના આરંભના પદ્યમાં ગૂંથી લીધેલા પ્રથમ સૂત્ર પરની સ્વપજ્ઞવૃત્તિનો એક ભાગ જ છે !! આ લિંગાનુશાસનનું સંપાદન કરી પંડિત બેચરદાસજીના સ્મારકગ્રંથમાં લેખરૂપે તૈયાર કરી પ્રસિદ્ધ કરવા આપીને અન્ય કાર્યવશાત્ આ કામ પર વીસેક વર્ષ માટે પડદો પાડી દીધો !!!
પછી દિલ્હીમાંની ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી દ્વારા આ આખા વ્યાકરણનું સંપાદન કરવાની કામગીરી સોંપવામાં આવી ત્યારે ૧૯૯૪ ૯૫ના અરસામાં ફરીથી કાર્ય આગળ ધપાવ્યું અને જાતે જ આખા ગ્રંથનો ઉતારો કરી લીધો અને બધી જ હસ્તપ્રતોની ઝેરોક્ષ કે ફોટોકોપી મેળવી લીધી. પછી શુદ્ધ પાઠ નિશ્ચિત કરવાની કામગીરી આરંભી ત્યારે વળી એક નવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org