________________
૧૦૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન જાડા કાગળ પર લીટી ઉપસાવેલા પત્રનો નમૂનો, હસ્તપ્રતોના ઉપર નીચેના બંધન માટેના સચિત્ર લાકડાની પાટી ભરેલા એ બે બાજુની પંક્તિને જોડવામાં આવતી હોય છે. તેમાં એકથી ચાર-પાંચ અક્ષરો જ લખાતી હોય છે. કોષ્ટક કે ચંદ્રોદય-સૂર્યોદય જેવી સૂચનાવાળા જ્યોતિષ, કાવ્ય, છંદ કે ચિત્રાલંકાર કે તાંત્રિક હસ્તપ્રતોમાં બાજુમાં અથવા સળંગ પાનામાં લાલ કે કાળી લીટી દોરીને કોષ્ટક તૈયાર કરાતાં હોય છે. બાજુએ રેખાચિત્ર દોરીને તેની સામે સમજૂતી લખાતી હોય છે.
કેટલીક વાર અક્ષરો કોતરીને સળંગ પંક્તિ કે બ્લોક કે ચિત્ર ઉપસાવવામાં આવતાં હોય છે, તેવા કોતરણીવાળા પત્રો રંગીન કે શ્વેત પત્ર મૂકીને વાંચવાથી કે જોવાથી તે આકૃતિઓ કે અક્ષરોનો સુંદર અને કલાત્મક ઉઠાવ આવતો હોય છે. આવા પ્રકારની પ્રતો આ સંગ્રહ ઉપરાંત વડોદરામાં પણ છે, અન્યત્ર પણ એવા નમૂના સંભવે છે. (આનો વિશેષ અભ્યાસ ‘લેખનકલાની પ્રાચીનતા, વિકાસ અને કર્તનલેખન કલાપદ્ધતિ' - ‘સામીપ્ય”, એપ્રિલ, ૯૦-માર્ચ, ૯૧, પૃ. ૪૧-૫૦).
કર્મકાંડ, વેદાંત, ભક્તિ, ન્યાય, વેદ, પુરાણ, વ્યાકરણ, જ્યોતિષ વગેરે વિશાળ વર્ગીકરણ (Broad Classification) કર્યા પછી તેમાંથી એક એક વિભાગ લઈને તેમાંનું વિભાગીકરણ કરવું પડે છે. જેમ કે વ્યાકરણના વિભાગના એક સામટા પત્રો લઈને તેમાંથી મૂળ ગ્રંથ - સારસ્વત ટીકા, પાણિનિય વ્યાકરણ, સારસ્વત વ્યાકરણ, કારિકા, ટીકા, સિદ્ધાંતકૌમુદી પ્રકરણના વિભાગો, લઘુ સિદ્ધાંતકૌમુદી, પ્રૌઢ મનોરમા, બાલમનોરમા ઇત્યાદિ પ્રગટ - અપ્રગટ ગ્રંથોના પત્રો માત્ર અક્ષર, પાનાં અને લેખનશૈલીના આધારે જુદી તારવવામાં આવે, પછી કાચા રજિસ્ટર પર ચડાવવામાં આવે, પાછળથી કોઈક પત્ર મળે તો તેને તેમાં ઉમેરવામાં આવે - તેમની ગોઠવણી, પાનાં બાંધીને પૂઠા પર કાચા નંબરો ચડાવીને ગોઠવવામાં આવે - વગેરે પ્રક્રિયાઓ પ્રત્યેક વિભાગની હસ્તપ્રતોનાં પત્રો માટે કરવામાં આવે. ત્યારે વધુમાં વધુ પાનાં એક પ્રતનાં એકઠા કરેલા આપણને પ્રાપ્ત થાય. એ રીતે સ્તોત્રો કે કર્મકાંડની પ્રતો દેવી- દેવતાઓની પ્રતોનાં પત્રો જુદા પાડીને, ગોઠવીને પછીથી બાંધવામાં આવે. આવું કાર્ય વર્ષોથી થોડું ઘણું ચાલુ રાખેલું છે, જેના પરિણામે ઘણી સારી સંખ્યામાં હસ્તપ્રતોનો વધારો થવા પામ્યો છે.
માત્ર કાગળની પ્રતો અનેક વિભાગોમાં વહેંચાયેલી છે. નાની-મોટી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org