________________
૧૦૨ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
ભક્તિભાવનાનો અને પોતાની કલાકૌશલ્ય દર્શાવવાનો આશય હોય છે. તેને અનુલક્ષીને પત્રોની સજાવટ ચિત્રો, ફૂલ-વેલ-બુટ્ટાથી હાંસિયા કે ચારેબાજુએ ફ્રેઈમની જેમ શણગારેલા હોય છે.
સંસ્કૃત, પ્રાકૃત કે હિન્દી-ગુજરાતી ભાષાનો દેવનાગરી લિપિમાં મૂળ ગ્રંથ લખેલા હોય તે સીધી કે આડી પંક્તિઓમાં હોય છે, પરંતુ ટીકા સાથેનો, ટીકાની ટીકાવાળો ગ્રંથ હોય છે તેવા ગ્રંથ ત્રિપાઠ કે પંચપાઠથી લખેલા હોય છે. ટીકાને જૈન સાહિત્યમાં ‘ટબા’, ‘વૃત્તિ’, ‘અવચૂરિ’, ‘મંજરી’, ‘વ્યાખ્યા’, ‘ચૂર્ણિકા', ‘સ્વોપન્ન’ ઇત્યાદિ વિવિધ રીતે ઓળખાતી હોય છે. મૂળ ગ્રંથકર્તાની મૂળકૃતિ મૂળ દેવનાગરી અક્ષરોમાં - લિપિમાં લખાયેલી હોય તેની પરની એ જ કૃતિની એ જ કર્તાની સ્વોપજ્ઞ ટીકા એક અથવા બે જે હોય તે બીજા અક્ષરે લખાય. વળી એ જ ગ્રંથની અન્ય કર્તાની ટીકા જુદા અક્ષરે (મૂળથી અક્ષરો નાના કે મોટા કઢાય તેથી ‘બીજા અક્ષરે’) એ જ પાનાના હાંસિયામાં કે તે પંક્તિની આસપાસ ક્યાંક લખવામાં આવે છે. આમ જુદી જુદી ટીકાઓની ટીકાવાળા ગ્રંથોનું વૈવિધ્ય જોવા મળે છે.
આવી પ્રતોના પાન પર, બે, ત્રણ કે ચાર લીટી જેટલા ભાગનું અંતર કોરું છોડીને સૂત્ર, કારિકા કે શ્લોકની પંક્તિ લખાય છે. પછી પાછળથી જે તે પંક્તિની નીચે જે તે ટીકા કે તેના અર્થની નોંધ બીજા અક્ષરે લખેલી હોય છે.
કેટલીક વાર ગીતા, યોગસૂત્ર કે આગમ જેવી પ્રતના એકથી વધુ ટીકાકારો હોય, તે ઉપરાંત લહિયો પોતાનો અને પોતાના નજીકના સમકાલીનોના કેટલાક સૂચિત અર્થોની પણ નોંધ કરેલી હોય. તેવી પ્રતોનાં પત્રોમાં સૂત્ર, શ્લોક કે કારિકા મોટા-છૂટા અક્ષરે પંક્તિમાં લખ્યા પછી જે તે અક્ષર કે શબ્દની નીચે કે ઉપરના ભાગ પર તેની નોધ એ જ પાન પર લખવામાં આવે છે અને તે શબ્દ કે અક્ષરને લાલ કે કાળી લીટીના કુંડાળામાં બાંધી દઈને જુદો ધ્યાન ખેંચાય તેવો ભાગ બનાવવામાં આવે છે. આવી ટબા કે અવચૂર્ણિઓવાળી પ્રતોનાં સંખ્યાબંધ પત્રો જીર્ણ હાલતમાં સંગૃહીત થયેલાં છે.
પત્રની મધ્યમાં, અને બે બાજુએ અમુક અંતર છોડીને મોટાં ટપકાં કે સ્વસ્તિક કે મંદિરનાં પગથિયાં જેવો કોરો ભાગ છોડાતો, તે ઉપરાંત ઉપર-નીચે પણ એવો કોરો ભાગ છોડીને પંક્તિનું લખાણ લખાતું, જેથી પત્રને પલટાવવામાં કે તે સાચવવા બાંધવામાં સારું પડતું હોય છે. કેટલીકવાર એ કુંડવાળા કોરા ભાગમાં પગથિયાં કે ગોખલા જેવી આકૃતિનો ભાગ એવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org