________________
ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ
૧૦૧
આમ કાગળ પરની આ પ્રતોનાં પાનાં પર નજર કરતાં પત્રોની સંખ્યા, આકાર, રંગ, વિવિધ માપો ઉપરાંત વિવિધ અક્ષરોના મરોડ, લખવાની જુદી જુદી પદ્ધતિ વગેરે પર ધ્યાન જાય છે. તેનું વિભાજન કરતી વખતે ઘણી રીતે વર્ગીકરણ થઈ શક્યું. પત્રની ચારે બાજુએ અમુક ચોક્કસ હાંસિયા જેટલી જગ્યા છોડીને બરાબર વચ્ચોવચ અમુક નિયત પંકિતની સંખ્યા અને માપમાં લખાણ લખેલા હોય, પત્રની બે બાજુએ, કોઈક વાર ચારેય બાજુએ હાંસિયો પાડવા માટે એક કે બે લાલ, કાળી કે અન્ય રંગની લીટી દોરી, તે બે લીટી વચ્ચે લાલ કે પીળી હળદરના રંગ પૂરીને તૈયાર કરેલા હોય છે. બે કાળી કે બે લાલ લીટી પાનાંની બંને બાજુએ દોરેલા હાંસિયાવાળા પત્રો વધુ સંખ્યામાં મળે છે. આમ નાના-મોટા વિવિધ પ્રકારના હાંસિયાવાળી અને હાંસિયાવિનાની હસ્તપ્રતોના પત્રો હોય છે. કેટલીકવાર પત્રના બે કે ત્રણ ભાગ પાડીને લખવા માટે ડબલ-બે સાંકડી ઊભી લીટીઓ - હાંસિયા પાડીને લખાણ લખાતું હોય છે. * સૌથી વધુ આકર્ષક લખાણવાળા પત્રોના હાંસિયામાં પ્રતનું શીર્ષક ટૂંકા અક્ષરમાં ડાબી કે જમણી બાજુએ લખીને તેની નીચે પત્ર-સંખ્યા લખવામાં આવે છે. તે ઉપર એક બાજુએ સ્વસ્તિક કે પગથિયાં કે ફૂલ કે મંદિરની બારસાખ કે દ્વાર કે કોડિયા જેવા કે ધ્વજના આકાર દોરીને તેમાં પત્ર સંખ્યા લખવામાં આવતી હોય છે.
જૂનામાં જૂની હસ્તપ્રતો તાડપત્ર પર લખેલી સુરક્ષિત છે તે સર્વત્ર જ્ઞાત અને નિર્વિવાદ હકીકત છે. તેને લાકડાની જાડી પટ્ટીના સંપુટમાં બાંધીને પ્રતના પાનાના કદ પ્રમાણે દોરો પરોવીને બાંધવાની જગ્યા વચ્ચે અથવા બે કે ત્રણ કાણાં પાડવા માટેનો ભાગ કોરો રાખીને લખાણ લખવામાં આવતું. આવા પ્રકારની લખાણની પદ્ધતિ તે પછીના સમયે પણ ચાલુ જ રહી. રૂઢિ-પરંપરાને માન આપીને ! તેથી કરીને આ રીતે પ્રતોના પાનાનાં વચ્ચેનો અથવા વચ્ચેના ઉપરાંત બે બાજુએ અમુક ચોક્કસ અંતરે અમુક ભાગ કોરો રાખીને અથવા તેટલા ભાગમાં લાલ કે કાળાં મોટાં ટપકાં પાડીને કે કમળ કે સ્વસ્તિક કે પગથિયાં જેવા આકારમાં કોરો ભાગ રાખીને લખાણ લખેલું જોવા મળે છે. તેવી પ્રતોને કુંડવાળી' હસ્તપ્રત કહે છે. જૈન સાહિત્યની આવી પ્રતો વધુ પ્રમાણમાં હોય છે. એવી પ્રતોના વચ્ચેના સ્વસ્તિક કે કમળ, મંદિર જેવા કોરા ભાગમાં પંકિતના અમુક અક્ષર એવી રીતે લખાતા હોય છે કે જેથી એવો આકાર ઊપસી આવે. આ બધી પ્રતોનાં પાનાં તૈયાર કરવામાં મુખ્યત્વે ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org