________________
૧૦૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન નોંધ સાથે ચડાવવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું, હજી તે કાર્ય ચાલુ છે.
શરૂઆતમાં તો સરકારી કે ખાનગી ટ્રસ્ટની રાહે ઝડપી કાર્ય કરીને જ્યાં ત્યાંથી પોથીઓ નંબર પર ચડાવીને કાર્ય પૂરું કરવાનો જ મુખ્ય હેતુ હોય છે. કેમ કે અમુક જ સમયમાં કામ પૂરું કરવાનો હેતુ અને આવા નીરસ પીંજણકાર્યને ધૂળધોયાનો ધંધો માની લેવામાં આવતો હોય, તેવા કાર્યમાં સૂઝ કે રસનો કે પૂરા માર્ગદર્શનનો અભાવ હોય, તેમાં પહેલેથી થયેલો પ્રમાદ પછીથી કાર્યને મુશ્કેલ બનાવી દેતો હોય છે. બધાને આવા કાર્યમાં રસ પડે જ એવું જરાય નથી હોતું. પરંતુ આવા પ્રકારના કાર્યમાં ધીરજની સાથે વિવિધ જ્ઞાનની પૂર્વભૂમિકા તથા જ્ઞાનેપ્સા, કુતુહલ વૃત્તિ કાર્ય કરતી હોય છે. પહેલાં વધુમાં વધુ પાનાવાળી હસ્તપ્રતે નંબર પર ચડેલી હોય. તેનો બાકીના પાનાનો ભાગ છૂટો પડી ગયો હોય તે છૂટાં પડેલાં પત્રરાશિમાંથી મળી જાય કે ન પણ મળે, પરંતુ તેના અનુરૂપ ખૂટતાં પાનાં મળી જાય તો તેની પૂરી થયેલી પ્રતની કિંમત અને અગત્ય કેટલી બધી વધી જાય ! આવી રીતે કેટલીક પ્રતોમાં ખૂટતાં પાન ઉમેરી શકાયાં છે.
આ પાનાંઓનું ભાષા પ્રમાણે વર્ગીકરણ કર્યા પછી પ્રત્યેક ભાષાનાં પાનાં તત્વજ્ઞાન, વેદ, જ્યોતિષ, વ્યાકરણ, પુરાણ, કર્મકાંડ, સાહિત્ય, છંદ ઈત્યાદિ ઉપરાંત જૈન સંસ્કૃત, ગુજરાતી, હિન્દી - એ પ્રમાણે વિભાગો પાડવાની શરૂઆત કરવામાં આવે છે આનું સૂક્ષ્મ વર્ગીકરણ કરતી વખતે કેટલીક મુશ્કેલી આવતી હોય છે. જેમ કે 'પુરાણનાં પાનાંનું વિભાજન ભાગવત, માર્કંડેય, બ્રહ્મ, વિષ્ણુ વગેરે, અને તેનાં પાનાં જુદાં પાડીને બાંધવા માંડ્યાં. તેમાં વિવિધ વ્રતો, માહાત્મો, સ્તોત્રો, તિથિમાહાત્મો વગેરે મળ્યાં. અને કર્મકાંડમાં પણ સ્તોત્રો, વ્રત-માહાત્મ, પૂજા વગેરે ઉપરાંત શોડષસંસ્કારો, ઉત્તરક્રિયા, શ્રાદ્ધ વગેરે. વેદમાં ઋગ્વદીય-સામવેદી વગેરે સંધ્યા, પુરુષસૂક્ત રૂઢી આવે અને કર્મકાંડના ભાગમાં પણ. આ રીતે વર્ગીકરણમાં દ્વિધા થાય.
આ બધાં પાનાં પર સળંગ નજર કરતાં લાગે કે પ્રત્યેક પ્રતના અક્ષરો જુદા કેમ કે લહિયા જુદા! આપણો કર્તા ઈશ્વર જ એવો કલાકાર સર્જક કર્તા છે કે પ્રત્યેક વ્યકિત જુદી જુદી સ્પષ્ટ ઓળખાય એવી બનાવી છે. ભલે શરીરનો બાહ્ય અને આંતરિક-મૂળભૂત-Biological - એક સરખું હોય તો પણ! તેથી અમારા સંગ્રહમાંની હસ્તપ્રતોમાં મળતી ‘વિવિધતા” ઉપર થોડા વર્ષ પર બધાનું ધ્યાન દોર્યું હતું (‘રાજદફતર', ગાંધીનગર, ૫.૧, અં. ૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org