________________
ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ
૧૦૩
કોરો રખાતો હોય કે અમુક અક્ષરથી લખાણ લખેલું હોય છે. તેવા પ્રકારના ઊભા સળંગ પાને લખાયેલા ખતપત્રો ઉપરાંત અરબી-ફારસી કાવ્યો કે પ્રેમપત્રો વગેરે તથા ગુજરાતી-સંસ્કૃત કાવ્યો કે વિજ્ઞપ્તિપત્રો જેવી કૃતિઓનું લખાણ લખાયેલું હોય છે. પરંતુ આવી પ્રતો સાચવવી અને વાચન માટે મુશ્કેલ હોય છે. કેમ કે કાગળની પટ્ટીઓ સાંધીને, વીંટીને રાખેલી હોય છે તેથી વખત જતાં બરડ થઈ જાય છે. કાગળને કેનવાસ જેવા કડક કાપડ પર ચોંટાડીને તેના પર લખેલું લખાણ થોડો વધુ સમય ટકી રહે છે. આવા ઊભે પાને નાની પંક્તિઓનું દીર્ઘ કે ટૂંકું, કોકનાં ખાનાવાળું કે વચ્ચે વચ્ચે રેખાચિત્રોવાળું, સચિત્ર કે અચિત્ર, ફેઈમની જેમ વેલબુટ્ટાવાળા હાંસિયાવાળું કે બે બાજુએ નાના કોરા ભાગવાળું લખાણ હોય છે. તેમાં નાની કાપલીઓ, ચિઠ્ઠીઓ, પોસ્ટકાર્ડ, પરબિડીયાં, આણ-પાણના આંકડાવાળા હિસાબો, ખાતાવહીઓ, સંઘની પાદટીપો, નોધપોથીઓ, ડાયરીઓ, ગુટકાઓ, સચિત્ર પંચાંગો, જન્માક્ષરો, વિજ્ઞપ્તિપત્રો, જૈન શિલ્પ-સ્થાપત્યનાં ઓળિયાઓ, ખતપત્રો, સ્ટેમ્પપેપર્સ અને તેવા લખાણવાળા કાગળો વગેરે પ્રકારના પત્રોનો સમાવેશ થાય છે, જેમનું બહોળું તેમ જ વિશિષ્ટ વર્ગીકરણ અને પછી તેની નોધ વગેરે કાર્ય થાય.
ઉપર જોયું તે પ્રમાણે પત્રની મધ્યમાં અને અથવા પત્રની મધ્યમાં તથા બે બાજુએ ગોળ મોટાં ટપકાં કે વિશિષ્ટ આકારમાં કોરી જગ્યા છોડાતી, હાંસિયામાં કલાત્મક રીતે પત્રસંખ્યા અને શીર્ષકના સંક્ષેપાક્ષરો તો લખાતા, પરંતુ પ્રકરણના આરંભે કે ગ્રંથના અંતમાં અથવા અમુક પ્રસંગે પત્રોના હાંસિયા વિશેષ પ્રકારે ચિત્રોથી - મંદિર કે પડદાવાળી બારી કે પ્રવેશદ્વાર કે સુંદર ફેઈમવાળા ફોટાની જેમ આડું - ઊભું - ત્રાંસું લખાણ લખાતું. આવી પ્રતો જૈનો કરતાં અરબી-ફારસીમાં વધુ પ્રમાણમાં મળે છે, જેને નાસ્તાવિક વગેરે લખાણપદ્ધતિથી ઓળખાય છે.
કેટલીક વાર જાડા કાગળ પર ચિત્રો દોરીને જાડા પૂઠા કે લાખ પર ચોંટાડીને ગોળાકાર, લંબચોરસ કે ચોરસ આકારમાં કાપીને ચિત્રો તૈયાર કરાતાં. તેવાં ચિત્રોને રમવાનાં સચિત્ર પત્તાં, અન્ય અવતારો કે પ્રસિદ્ધ પ્રાસંગિક ચિત્રો તરીકે ઓળખાતાં હોય છે. આવા સચિત્ર કાગળો ભારતના અનેક પુરાવશેષ સંગ્રહોમાંથી ઉપલબ્ધ થાય છે. તેવા નમૂના પણ અત્રે છે. ઉપસાવેલી લીટીવાળા જાડા કાગળો જૈન લેખનપદ્ધતિમાં વધુ પ્રમાણમાં વપરાય છે. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org