Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 122
________________ હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્વ ૧૦૭ પ્રવર્તતી હતી એ સ્પષ્ટ થાય છે. જીવસમાજવૃતિ'ની વિ.સં. ૧૧૬૬ની હસ્તપ્રતની પુપિકામાં મહારાજાધિરાજ જયસિંહદેવ માટે તૈલોક્યમંડ' બિરુદ અપાયું છે ને ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ની વિ.સં. ૧૧૭૯ના હસ્તપ્રતની પુપિકામાં એ ઉપરાંત “સિદ્ધચકવત' બિરુદ આપેલું છે. આ પરથી જયસિહદેવે વિ.સં. ૧૧૬૬ સુધીમાં વિજય-પ્રસ્થાન કરી વિ.સં. ૧૧૭૮માં સોરઠ પર વિજય કર્યાની સંભાવનાને સમર્થન મળે છે. વિ.સં. ૧૧૯૧ના ભાદ્રપદમાં ધોળકામાં લખાયેલી પુષ્પવતીકથા'ની હસ્તપ્રતની પુષ્પિકામાં પણ આ બે બિરુદ જ આપેલાં છે, જ્યારે વિ. . ૧૧૯૨ને જયેષ્ઠમાં લખાયેલા “નવપદપ્રકરણવૃત્તિની હસ્તપ્રતની પ્રશસ્તિમાં પહેલવહેલું “અવંતીનાથ' બિરુદ પ્રયોજાયું છે. એ પરથી જયસિંહદેવે કરેલો માલવ-વિજય વિ.સં.૧૧૯૧ના ભાદ્રપદ અને ૧૧૯૨ના જયેષના સમયગાળા દરમિયાન થયો હોવાનું નિશ્ચિત થાય છે. એવી રીતે મહારાજાધિરાજ કુમારપાલના સમયમાં અણહિલવાડ પાટણમાં વિ.સં. ૧૨૦૮માં લખાયેલ ‘પૂજાવિધાન' ની હસ્તપ્રતની પ્રશસ્તિ પરથી કુમારપાલે શાકંભરી- વિજય એ મિતિ પહેલાં થોડા સમય પર કર્યો હોવાનું માલૂમ પડે છે, કેમકે કુમારપાલ (વિ. સં. ૧૧૯૯-૧૨૨૯) ના સમયનાં લખાણોમાં ‘શાકંભરી-ભૂપાલ” એવું બિરુદ એને માટે પહેલવહેલું આ પ્રશસ્તિમાં પ્રાપ્ત થયું છે. એવી રીતે મહારાજાધિરાજ જયસિંહદેવ, કુમારપાલ, ભીમદેવ રજો અને વીસલદેવના સમયની હસ્તપ્રત પ્રશસ્તિઓમાં તેઓના મહામાત્ય આદિ અધિકારીઓનો નિર્દેશ આવે છે એ પરથી એ અધિકારીઓના શાસનકાલ પર પ્રકાશ પડે છે. હસ્તપ્રતોની પ્રશસ્તિઓમાંની અનેક વિગતો સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં પણ ઉપયોગી નીવડે છે. દા.ત. 'પદ્માનંદકાવ્ય'ના પ્રશસ્તિ ૧ માં વીસલદેવની સભામાં વિરાજતા કવિ સોમેશ્વર, અરિસિંહ અને અમરચન્દ્રસૂરિ જેવા વિદ્વાનોનો નિર્દેશ કરાયો છે. હસ્તપ્રતોની પ્રશસ્તિઓમાં અણહિલવાડ પાટણ, સ્તંભતીર્થ અને બિજાપુર જેવાં અનેક નગરો તથા વિદ્યાકેન્દ્રોનો ઉલ્લેખ ઉપલબ્ધ છે. વળી આ પ્રશસ્તિઓમાં ઊકેશુ, પ્રાગ્વાટ, શ્રીપાલ, ધર્કટ અને પલ્લિવાલ જેવા વંશો, ઉદીચ્ય, ઉસવાલ અને મોઢ જેવી જ્ઞાતિઓ તેમ જ ઉપકેશ, સંડેર, ચંદ્ર, તપ, બૃહદ્, ખરતર અને ચન્દ્ર જેવા ગચ્છોના નિર્દેશ આવે છે તે સાંસ્કૃતિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. વળી પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓમાં અનેક જિનાલયો તથા ઉપાશ્રયોના નિર્દેશ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218