________________
હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્વ ૧૦૭ પ્રવર્તતી હતી એ સ્પષ્ટ થાય છે. જીવસમાજવૃતિ'ની વિ.સં. ૧૧૬૬ની હસ્તપ્રતની પુપિકામાં મહારાજાધિરાજ જયસિંહદેવ માટે તૈલોક્યમંડ' બિરુદ અપાયું છે ને ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ની વિ.સં. ૧૧૭૯ના હસ્તપ્રતની પુપિકામાં એ ઉપરાંત “સિદ્ધચકવત' બિરુદ આપેલું છે. આ પરથી જયસિહદેવે વિ.સં. ૧૧૬૬ સુધીમાં વિજય-પ્રસ્થાન કરી વિ.સં. ૧૧૭૮માં સોરઠ પર વિજય કર્યાની સંભાવનાને સમર્થન મળે છે. વિ.સં. ૧૧૯૧ના ભાદ્રપદમાં ધોળકામાં લખાયેલી પુષ્પવતીકથા'ની હસ્તપ્રતની પુષ્પિકામાં પણ આ બે બિરુદ જ આપેલાં છે,
જ્યારે વિ. . ૧૧૯૨ને જયેષ્ઠમાં લખાયેલા “નવપદપ્રકરણવૃત્તિની હસ્તપ્રતની પ્રશસ્તિમાં પહેલવહેલું “અવંતીનાથ' બિરુદ પ્રયોજાયું છે. એ પરથી જયસિંહદેવે કરેલો માલવ-વિજય વિ.સં.૧૧૯૧ના ભાદ્રપદ અને ૧૧૯૨ના જયેષના સમયગાળા દરમિયાન થયો હોવાનું નિશ્ચિત થાય છે.
એવી રીતે મહારાજાધિરાજ કુમારપાલના સમયમાં અણહિલવાડ પાટણમાં વિ.સં. ૧૨૦૮માં લખાયેલ ‘પૂજાવિધાન' ની હસ્તપ્રતની પ્રશસ્તિ પરથી કુમારપાલે શાકંભરી- વિજય એ મિતિ પહેલાં થોડા સમય પર કર્યો હોવાનું માલૂમ પડે છે, કેમકે કુમારપાલ (વિ. સં. ૧૧૯૯-૧૨૨૯) ના સમયનાં લખાણોમાં ‘શાકંભરી-ભૂપાલ” એવું બિરુદ એને માટે પહેલવહેલું આ પ્રશસ્તિમાં પ્રાપ્ત થયું છે.
એવી રીતે મહારાજાધિરાજ જયસિંહદેવ, કુમારપાલ, ભીમદેવ રજો અને વીસલદેવના સમયની હસ્તપ્રત પ્રશસ્તિઓમાં તેઓના મહામાત્ય આદિ અધિકારીઓનો નિર્દેશ આવે છે એ પરથી એ અધિકારીઓના શાસનકાલ પર પ્રકાશ પડે છે.
હસ્તપ્રતોની પ્રશસ્તિઓમાંની અનેક વિગતો સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં પણ ઉપયોગી નીવડે છે.
દા.ત. 'પદ્માનંદકાવ્ય'ના પ્રશસ્તિ ૧ માં વીસલદેવની સભામાં વિરાજતા કવિ સોમેશ્વર, અરિસિંહ અને અમરચન્દ્રસૂરિ જેવા વિદ્વાનોનો નિર્દેશ કરાયો છે. હસ્તપ્રતોની પ્રશસ્તિઓમાં અણહિલવાડ પાટણ, સ્તંભતીર્થ અને બિજાપુર જેવાં અનેક નગરો તથા વિદ્યાકેન્દ્રોનો ઉલ્લેખ ઉપલબ્ધ છે. વળી આ પ્રશસ્તિઓમાં ઊકેશુ, પ્રાગ્વાટ, શ્રીપાલ, ધર્કટ અને પલ્લિવાલ જેવા વંશો, ઉદીચ્ય, ઉસવાલ અને મોઢ જેવી જ્ઞાતિઓ તેમ જ ઉપકેશ, સંડેર, ચંદ્ર, તપ, બૃહદ્, ખરતર અને ચન્દ્ર જેવા ગચ્છોના નિર્દેશ આવે છે તે સાંસ્કૃતિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. વળી પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓમાં અનેક જિનાલયો તથા ઉપાશ્રયોના નિર્દેશ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org