________________
૧૦૮ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન
સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ, તો પ્રાચીન મૂર્તિઓની અંદર ક્યારેક તે તે મૂર્તિની રચનાનું વર્ષ આપેલું હોય છે. આ વિગતના અભાવે આપણે પ્રાચીન સાહિત્યની અનેકાનેક સુપ્રસિદ્ધ મૂર્તિઓની રચનાનો ચોક્કસ સમય ભાગ્યે જ નકકી કરી શકીએ છીએ કે આપણે એથી એના કર્તાઓના અંદાજી સમય આંકી સંતોષ માનવો પડે છે. પરંતુ ઘણીખરી હસ્તપ્રતોમાં તે તે પ્રત ક્યારે લખાઈ તેનો સમય વિગતવાર આપેલો હોય છે. એ પરથી તે તે મૂર્તિના રચના સમયની ઉત્તરમર્યાદા આંકવામાં ઠીકઠીક મદદ મળી રહે છે. સમયનિર્દેશની આ વિગતો તે તે સમયના પ્રચલિત સંવતના વર્ષમાં બહુધા, માસ, પક્ષ, તિથિ અને વારના નિર્દેશ સાથે આપી હોય છે. આ વિગતો યથાતથ સમજવા માટે તો સમયના પ્રતિષ્ઠિત સંવતનાં વર્ષ તથા માસ ગણવાની પદ્ધતિ, વર્ષની સંખ્યા દર્શાવવા પ્રયોજાતા વિવિધ શબ્દ સંકેતો, માસ તથા વારનાં નામો માટે વપરાતા વિવિધ પર્યાયો ઇત્યાદિની જાણકારી જરૂરી બની રહે છે. તિથિની સાથે વાર આપેલો હોય તો તે દિવસે આવતાં ઈસ્વીસનનું વર્ષ, માસ અને તારીખનો ચોકકસ ખ્યાલ પણ મેળવી શકાય છે. કયા પ્રદેશમાં કયા સમયે કાલગણનામાં કયો સંવત પ્રચલિત હતો, એમાં વર્ષ કયા વારથી શરૂ થતાં ને એના માસ કયા દિવસે પૂરા થતા ઇત્યાદિ નિશ્ચિત કરવામાં આ વિગતો ઘણી ઉપકારક નીવડે છે.
હસ્તપ્રતોમાંથી પુષ્પિકાઓ પરથી તે તે સમયે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કઈ મૂર્તિઓ વધુ પ્રચલિત હતી, કયાં વિદ્યાકેન્દ્રોમાં કયા વિષયોનું અધ્યયનપઠન વધારે થતું, તે તે વિષયના ગ્રંથોની હસ્તપ્રતો લખાવવામાં કયા વર્ગના મનુષ્યો વધુ સક્રિય ભાગ લેતા અને ગ્રંથલેખાપનનો ધાર્મિક મહિમા કેવો મનાતો તેનો પણ ખ્યાલ આવે છે.
વળી તે તે સમયે કઈ ભાષાઓ પ્રચલિત હતી, તે તે સમયની લિપિમાં વર્ગોનાં કેવાં સ્વરૂપ પ્રયોજાતાં, ગ્રંથો તાડપત્ર, કાગળ વગેરે જેવા પદાર્થો પર લખાતા, ગ્રંથલેખન માટે કેવાં વિવિધ સાધન પ્રયોજાતાં, હસ્તપ્રતોના પત્ર કેવા કદ અને આકારનાં રખાતા, હસ્તપ્રતોમાં ક્યારેક કેવાં સુંદર ચિત્ર આલેખાતાં, લહિયાઓ કયા વર્ગના હતા ને તેઓ સીધી પંક્તિઓમાં સુરેખ અક્ષર કેવી રીતે લખતા તેમ જ હસ્તપ્રત-લેખનમાં ક્યારેક સુધારા, વધારા ને ઘટાડા કરવાની જરૂર પડતી તો તે તેઓ કેવી રીતે કરતા ઈત્યાદિ અનેકવિધ માહિતી હસ્તપ્રતોના આંતરિક અધ્યયન પરથી ઉપલબ્ધ થાય છે, જે હસ્તપ્રતવિજ્ઞાનની દષ્ટિએ ઘણી ઉપયોગી નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org