________________
મથુરાણી હસ્તપ્રતોનું ઐતિહાસિક મહત્વ ૯૧ આ ઉપરાંત ગીતગોવિંદના અનુકરણરૂપ અષ્ટાધ્યાયીમાં લખાયેલી કૃષ્ણગીતિ જે ગુજરાતના કવિ સોમનાથ રચી છે તેવી જ રીતે કવિ શ્રી હર્ષની રચેલી શૃંગારહારાવલી અને શબ્દકોશ જેવો અજ્ઞાતકર્ણક લેખનો વસ્તરત્નકોશ પણ હસ્તપ્રતોમાં નોધનીય છે. આ ઉપરાંત કુંભકર્ણ કે જે કુંભારાણા અને માત્ર કુંભા કે કુંભ તરીકે જાણીતો એવો રાજા કુંભાનો ગ્રંથ સંગીતરાજ સંગીતમીમાંસા છે તેમાં પાઠ્યરત્નકોશ, ગીતરત્નકોશ, વાઘરત્નકોશ, નૃત્યરત્નકોશ અને રસરત્નકોશ એમ પાંચ વિભાગ આપેલા છે. તેની પુપિકામાં રાજાધિરાજ મહારાણાથી મોકલેન્દ્રનન્દનેન રાજાધિરાજ શ્રીકુંભકર્ણ મહીમહેન્દ્રણ વિરચિતે સંગીતરાજે ષોડશસાહસ્યાં સંગીતમીમાંસાયાં...... વગેરે વિષયોનું તેમાં નિરૂપણ કરેલું છે. આ રીતે સંગીતને અંતર્ગત નૃત્ય અને વાઘ વિષયક ખૂબ ઊંડાણથી ચર્ચા કરી છે. આ વિદ્વાન ચિતોડના રાજા શ્રી કુંભકર્ણની મૃત્યરત્નકોશની પ્રશસ્તિમાં અને રસિકપ્રિયામાં તેને “શ્રી સરસ્વતીરસસમુદ્રસમુદ્ભૂતકેરવોઘાનનાયક' તેમ - વાર્ગવેલો છે. અર્થાત્ ઉદ્યાનમાં કમળના સરસ્વતીના જળમાંથી ઉત્પન્ન થતા નાયક કહેલો છે. તેને એકલિંગ મહાત્મમાં પણ તેનું જ્ઞાન - વેદ, સ્મૃતિ, મીમાંસા, ભરતનું નાટ્યશાસ્ત્ર ઉપરાંત સંગીત, નૃત્ય, અર્થશાસ્ત્ર, વ્યાકરણ, ઉપનિષદો, દર્શન અને સાહિત્યનો જાણકાર કહેલો છે. તેને સર્વશ તેમ જ પ્રજ્ઞાસફુરત્કસરી બુદ્ધિથી ઝળકતો સિંહ કહેલો છે. ગીતગોવિંદની રસિકપ્રિય ટીકા કુંભાએ લખેલી કહેવાય છે. કુંભારાણાને નામે ઘણા ગ્રંથો લખાયા છે તે ઉપરાંત તે લલિતકલાઓ જેવી કે સંગીત, નૃત્ય, અભિનય, કાવ્ય, નાટક ઉપરાંત સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર વગેરેનો જાણકાર હોઈને તેમાં પ્રોત્સાહન આપતો હતો. તેનો રચાવેલો જયસ્તંભ અને રાણકપુરના જૈન મંદિરનો પણ આશ્રયદાતા હતો. વળી રાણકપુરનું મંદિર પાક નામના સ્થપતિએ બાંધ્યું હતું અને તે “વૈલોક્ય દીપક થી જાણીતું હતું. આ મંદિર કુંભકર્ણના સમયમાં તૈયાર થયું હતું. ચિતોડના સ્તંભનો બંધાવનાર કુંભકર્ણ હતો અને તેમાં તેનો શિલાલેખ જડેલો છે. આ ઉપરાંત પણ તેણે જૈન અને શૈવ મંદિરો બાંધવાની પ્રેરણા આપી હતી અને પોતે લલિતકલામાં નિપુણ હતો તે સાર્થક કરે છે.
પુરાતન ઇતિહાસની દૃષ્ટિથી તાડપત્રીય પુસ્તકો અને અન્ય હસ્તપ્રતોનું મહત્વ છે તે આપણે સંક્ષેપમાં જોયું. તે સિવાય સાંસ્કૃતિક ઉપાદાનની દષ્ટિથી પણ તેનું અધિક આકર્ષણ છે અને તે ચિત્રકલાની દષ્ટિ. તાડપત્રીય પુસ્તકોમાં ધાર્મિક, ધર્મોપદેશક અવસ્થામાં આચાર્યો આલેખાયેલાં છે. આલેખનમાં આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org