________________
પુરાણી હસ્તપ્રતોનું ઐતિહાસિક મહત્વ સમાજ અને ધર્મના પ્રાચીન ઇતિહાસની સામગ્રીની દષ્ટિએ આ પ્રશસ્તિઓ મહત્વની અને પ્રમાણભૂત છે. જેમ મંદિરો, શિલાલેખો અને રાજાઓના દાનપત્ર મહત્ત્વના અને પ્રામાણિક મનાય છે. પ્રશસ્તિ લેખો શિલાલેખોમાં જોવા મળે છે. ઉપરાંત તાડપત્ર કે કાગળમાં પણ નોધેલા મળે છે. કોઈ ધર્મશીલ વ્યક્તિ પોતાના દ્રવ્યનો સદુપયોગ કરવાની દષ્ટિથી દેવમંદિર આદિ કોઈ ધર્મસ્થાન કે કીર્તન કરાવે છે તો તેનો ઉપદેશ અથવા પ્રશંસક વિર્જન તેના કાર્યની સ્તુતિરૂપે નાના મોટા પ્રશસ્તિલેખ શિલામાં ખોદાવે છે અને કોઈ એક જગામાં ચોડાવે છે. તે જ પ્રમાણે જ્ઞાનપ્રિય વ્યક્તિ પોતાના દ્રવ્યનો વિનિમય પુસ્તકાદિ લેખનમાં કરે છે અને તેમાં તેના કાર્યની પ્રસંશા માટે ઉપદેશક વિદ્વાન નાના મોટા પ્રશસ્તિલેખ રચીને પુસ્તકના અંતમાં લખે છે. આ પ્રશસ્તિ લેખો અને શિલાલેખોમાં તથ્યની દષ્ટિએ કોઈ અંતર નથી. પરિણામે બંને પ્રકારના લેખ ઈતિહાસના અંગભૂત રૂપ સમાન કોટીના સાધન છે.
પ્રશસ્તિઓ નાની મોટી બંને રીતે લખાયેલી હોય છે. એક ગ્રંથમાં લખાયેલી નાની (બે ત્રણ બ્લોકની) પ્રશસ્તિમાં જણાવેલું છે કે કોઈ આશાધર અને અમૃતદેવીના પુત્ર કુલચંદ્ર નામે હતા. તે સર્વજનપ્રિય હોઈને સારા જગતમાં વિખ્યાત થયા. તેને અંબિકા નામે પુત્રી હતી. તે ઘણી વિનયસંપન્ન થઈ. ગુરુના ઉપદેશને કારણે તેણે આ પુસ્તક લખાવ્યું. આ પ્રકારની પ્રશસ્તિના પ્રારંભમાં પુસ્તક લખાવનારનું સંક્ષિપ્તમાં નામ આપેલું છે. ત્યાર પછી પુસ્તિકાની ચિરસ્થિતિ માટેની કામનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહેશે ત્યાં સુધી પૃથ્વીમાં આ પુસ્તિકા વિદ્યમાન રહેશે'' આ સંક્ષિપ્ત પ્રશસ્તિમાં જે ઉલ્લેખ આપેલો છે તેમાં સર્વજન પ્રિય અને સારા જગતમાં વિખ્યાત કુલચંદ્ર કયા વંશના હતા, કયા ગામના અને કયા સમયમાં થઈ ગયા તેની નોધ નથી. ઉપરાંત આ પુસ્તકનું નામ પણ નિર્દિષ્ટ કર્યું નથી.
હવે બીજી એક પ્રશસ્તિ જોઈએ. આ પ્રશસ્તિમાં નોધેલું છે કે પત્રિવાલ વિશમાં પુના નામને ગૃહસ્થ થઈ ગયો તેનો પુત્ર બોહિત્ય અને બોહિત્યનો પુત્ર ગણદેવ ખૂબ ધાર્મિક હતો. તે ગણદેવ તેણે ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર નામના ગ્રંથનો ત્રીજો ખંડ પુસ્તકમાં લખાવીને સ્તંભતીર્થ (ખંભાત)ની પોષધશાળાના (જ્ઞાનભંડાર)માં સહર્ષ સમર્પણ કર્યો. વળી સકલ પ્રાણીઓનું હિત કરવાવાળી (જૈનધર્મ) વિદ્યમાન છે ત્યાં સુધી ડાહ્યા પુરુષો દ્વારા શિખવાડાતું આ પુસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org