________________
૧૦. ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ
વિભૂતિ ભટ્ટ
શ્રી ફાર્બસ સાહેબની પ્રેરણા, સક્રિય ઉત્સાહ અને મદદને લીધે મુંબઈમાં ફાર્બસ ગુજરાતી સભા હસ્તપ્રતસંગ્રહ અને ગુજરાત વિદ્યાસભાનો હસ્તપ્રતસંગ્રહ સ્થપાયા અને વિકસિત થયા એ જાણીતું છે. એના પરિણામે ફાર્બસસંગ્રહની હસ્તપ્રતોની નામાવલી અર્થાત્ કેટલોગ પ્રકાશિત થયા, તેવી રીતે વિદ્યાસભા તરફથી કવિ દલપતરામે જ્ઞાનપ્રચાર અને જ્ઞાનસમૃદ્ધિની વૃદ્ધિ માટે હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવાની શરૂઆત કરેલી. ઈ. સ. ૧૮૫૫માં અંગ્રેજ સરકારના અમલદાર કટિંસની પ્રેરણા અને આગ્રહથી કવિ દલપતરામે કાયમી અને ઉજવલ ભાવિની ચોકકસ શક્યતાવાળી સરકારી નોકરી છોડી દઈને ગુ. વર્નાક્યુલર (વિદ્યાસભા) સોસાયટીની ખાનગી નોકરીમાં જોડાઈને જ્ઞાનસમૃદ્ધિ એકઠી કરવાનું, તેનું સંપાદન-સંશોધન અને પ્રકાશન કાર્ય વગેરે પ્રવૃત્તિનું કાર્ય સ્વીકાર્યું. તે વખતે શ્રી. કે. હ. ધ્રુવની પ્રેરણા અને કાર્ય કરવાની અનુકૂળતા મળતાં વીશ્વરની કામગીરીને વધુ વેગ મળ્યો. તેમણે ગુજરાતી- સંસ્કૃત પ્રતો ઉતારનાર લહિયાઓ પાસેથી પ્રતોના ઉતારા અને તેમનું સંપાદન કાર્ય શરૂ કરેલું. વળી કવિ હોપ વાચનમાળા)ની અંગ્રેજી કવિતાઓનું પણ સંપાદન - પ્રકાશનકાર્ય કવિ દલપતરામે કર્યું (૧૮૬૦-૧૮૬૪). ૧૯૧૦ સુધીમાં ૧૬૪ જેટલી હસ્તપ્રતો હતી. તે પછીના ૨૦ વર્ષમાં ૬૦થી વધુ પ્રતોનો ઉમેરો નોધાયો છે તે કવીશ્વર દલપતરામ સંગ્રહના નામે પ્રકાશિત થયો. તેમાં વડોદરા, નડિયાદ, સુરત ઇત્યાદિમાંની હસ્તપ્રતોના સંગ્રહો સૂચવાયા છે ખરા, પરંતુ તે પછી શ્રી કે. કા. શાસ્ત્રીએ સંકલિત યાદીમાં ગુજરાતના મુખ્ય ૯ ગ્રંથભંડારોની પ્રતોનો પરિચય આપીને પ્રતોના સંપાદનકાર્ય ઇત્યાદિ અંગે પણ વિશેષ પ્રકાશ પાડ્યો છે.
વડોદરાના મ. સ. સયાજીરાવની ઉદાર સખાવતથી પ્રો. કાંટાવાળાએ પ્રાચીન કાવ્યમાળાના ૩૫ કિમતી ગ્રંથો પ્રગટ કર્યા તેના પરિણામે પ્રાચીન અપ્રાપ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org