________________
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
σε
સભાપીઠ પર બેઠા હોય અને ધર્મોપદેશ કરતા હોય અને સન્મુખ ભાવભક્તિપૂર્વક ઉપદેશ શ્રવણ કરતો ભક્ત સમુદાય હોય છે. તેવી જ રીતે અન્ય પ્રસંગોચિત દૃશ્યો આલેખાયેલાં હોય છે.-ગુફાઓમાં ભિત્તિચિત્રોની જેમ પરંતુ પ્રમાણમાં નાના લઘુચિત્રો વિવિધ રંગોથી શોભતા પ્રાચીન હસ્તપ્રતોમાં આપણા દેશમાં જળવાયેલા છે તેટલાં બીજા કોઈ દેશમાં મળતા નથી. આ રીતે ચિત્રકલાના ઇતિહાસ અને અધ્યયનની દૃષ્ટિથી તાડપત્રીય તેમ જ પ્રાચીન કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલાં ચિત્રો ખૂબ મૂલ્યવાન અને આકર્ષક છે. આ રીતે આપણી સાહિત્યિક સંપત્તિ ખૂબ મૂલ્યવાન બને છે. હસ્તપ્રતોને અંતે લહિયા પણ પોતાનું લખેલું પુસ્તક ચિરકાળ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરતાં જણાવે છે કે -
''तैलाद्रक्ष जलाद्रक्ष रक्षशिथिल बंधनात् ।
૯૨
परहस्तगतां रक्ष एवं वदति पुस्तिका " ॥ તેનું કારણ એટલું જ કે
"भग्नपृष्ठि कटिग्रीवा एकदृष्टिरधोमुखम् ।
',
कष्टेन लिखितं शारयं यत्नेन परिपालयेत् " ॥
લહિયા સર્વનું માંગલ્ય ઇચ્છે છે કે मंगलं भवतु सर्वसज्जने
मंगलं भवतु धर्मकर्मणि ।
मंगलं भवतु पाठकेजने
मंगलं भवतु लेखके सदा ||
પુસ્તકમાં કદાચ અશુદ્ધિ હોય તોપણ દોષ લહિયાને ન દેવા માટે પણ જણાવેલું છે કારણ -
यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया ।
यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥
ઉપરના શ્લોકો લહિયાની મહેનત એળે ન જાય માટે પુસ્તકનું રક્ષણ શેમાંથી
કરવું તેની સલાહ ખાસ ઉપયોગી છે.
मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ।
अग्ने रक्षेज्जलाद् रक्षेत्, मूषकाश्च विशेषतः । उदकानिल चौरेभ्यो मूषकेभ्यो हुताशनात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org