________________
૯દ હસ્તપ્રતવિદ્યા અને આગમાહિત્ય: સંશોધન અને સંપાદન અભિવ્યક્ત થાય. આ બધા છૂટાછવાયા પત્રોમાંથી કર્તાનો મુખ્યત્વે આર્થિક ઉપરાંત પોતાનો ધાર્મિક પ્રેમનો આશય રહેલો હોય છે. તેને અનુલક્ષીને કર્તાની ઉદાહરણરૂપે કંઈક સમજાવતી વખતે શૃંગારની પરિસીમા જેમ કૃતિમાં જોવા મળે છે તેમ લખાવટ કે પત્રોની સજાવટમાં પણ લેખક કે લહિયાની ઝીણવટ, ચીવટ, અને કલામાં વિવિધતા જોવા મળે છે. જે પ્રિય વસ્તુ હોય તેને શણગારવાની લહિયા કે કર્તાને ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. તેથી જ આપણી ભગવદ્દગીતા, સપ્તશતી જેવા ગ્રંથોની જેમ કલ્પસૂત્ર, વિચારસરણીમહાવીર કે કોઈ તીર્થંકરનાં ચરિત જેવી કૃતિઓ સુંદર અને સુસજ્જ થયેલી આપણને જોવા મળે છે. તે પ્રતો પ્રાસંગિક ચિત્રો, ફૂલ-વેલ-બુટ્ટા વગેરેવાળા હાંસિયા કે ફેઈમ'થી શણગારાયેલી હોય છે.
આ રીતે આ સંગ્રહમાં હસ્તપ્રતોનો ઉત્તરોત્તર વધારો થતો રહ્યો, તેની સાથે સાથે ચિત્રો, શિલ્પો, ચાટ, સિક્કા વગેરેનો પણ. એ બધી સંગૃહીત વસ્તુઓ કેટલીકવાર ચોક્કસ સમયની એક સાથે મળતી હોય છે. જે સંશોધનમાં વધુ અનુકૂળતા કરી આપે છે. (જેમ કે લા. દ. વિદ્યામંદિરમાં આબુની તેજપાલ પ્રશસ્તિ પર્વત પર અભિલેખ શિલાલેખરૂપે છે એ હસ્તપ્રતરૂપે મળે છે. ભો. જે. ના સંગ્રહમાં મહેમૂદશાહ પાતશાહના નામવાળું ખતપત્ર, શિલાલેખ અને સિકકા પણ ઉપલબ્ધ થાય એમ છે.)
આ સંગ્રહમાંની હસ્તપ્રતો ઘણુંખરું જૂની પસ્તી કે ગુર્જરીમાંથી નજીવી કિંમતે ખરીદેલી અને ભેટરૂપે આવેલી છે. કયા વર્ષમાં કેટલી કિંમતે કઈ પ્રતો કે વસ્તુઓનો ઉમેરો થયો તેનો અહેવાલ પ્રત્યેક વર્ષે પ્રગટ થતો રહે છે તે એક સાચું અને સારું પાડ્યું છે. તેમ છતાંય અમારા સંગ્રહમાં સંશોધન થયા વિનાની હસ્તપ્રતોનાં પોટલાં કબાટો ભરીને સચવાયેલાં પડ્યાં હતાં. તેમાં જીર્ણ, સારી, નરસી અને ભેળસેળ થઈ ગયેલી પોથીઓનાં છૂટાં પાનાંઓ હતા. તેમનું સંશોધન કરવું કેટલું મુશ્કેલ હોય છે તેનો અનુભવ થતાં જ મને મુનિ શ્રી પુણ્યવિજયજીની જ્ઞાનપિપાસા અને તેમનું વાંચન-તપશ્ચર્યા તથા અગાધ જ્ઞાન - અનુભવનો ખ્યાલ આવે છે. તેમના જૈનચિત્રકલ્પદ્રુમના બે ભાગ જોતાં, તેમનાં બધાં જ નિરીક્ષણ, વાચન, સાચવણી અને જ્ઞાનપ્રચાર અંગેના ઊંડા અધ્યયનનો પરિચય થાય છે. તેમનું આ વિશિષ્ટ-પ્રાચીન વિજ્ઞાન અંગેનું અગાધ શાન હાલમાં દીવાદાંડી સમાન પ્રેરક અને માર્ગદર્શક બનેલું છે. ચિત્રો, સચિત્ર પ્રતો કે વિવિધ પ્રકારની હસ્તપ્રતોના જ્ઞાનભંડારો તથા પુરાવસ્તુ સંગ્રહોના મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org