________________
૯. પુરાણી હસ્તપ્રતોનું ઐતિહાસિક મહત્ત્વ
પ્રિયબાળાબહેન શાહ
હસ્તલિખિત ગ્રંથોના અંતમાં રહેલી પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓનું મૂલ્ય અનેક રીતે ઘણું છે. તેમાં મોટા મોટા રાજાઓ, અમાત્ય આદિની તેમ જ કેટલાંક મોટાં મોટાં ગામ, નગર, દેશ આદિ વિશેની માહિતી અમુક પ્રબંધ ગ્રંથ આદિમાંથી મળી રહે છે. પરંતુ આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયોગી વિશાળ સામગ્રી તો આપણી આ પ્રશસ્તિઓ અને પુપિકાઓમાં જ ભરેલી પડી છે. નાનાં મોટાં ગામ-નગર-દેશો તથા ત્યાનાં રાજાઓ, અમાત્યો, તેમની ટંકશાળો, લશ્કરી સામગ્રી, શાહુકારો, કુળ, જ્ઞાતિ, કુટુંબ સાથે સંબંધ રાખતી ઘણી હકીકતો આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થાય એમ છે. જેમ પ્રશસ્તિ લેખો લખવાનું એક પુણ્યકાર્ય છે તેમ પુસ્તક લખાવવાનું પણ એક પુણ્યકાર્ય છે. તે પણ મંદિરની જેમ ચિરકાલ સ્થાયી છે તેથી તે કીર્તન સ્વરૂપ મનાય છે. જે ભાવુક ગૃહસ્થ પુસ્તકો લખાવવામાં પોતાનું દ્રવ્ય વ્યય કરે છે, તે . પોતાના સુકૃત્ય અને યશને અક્ષરબદ્ધ કરીને ચિરકાલ સ્થાથી રાખી શકે છે. આ પ્રશસ્તિ લેખોથી બે કાર્ય સિદ્ધ થાય છે. એક તો જે ગૃહસ્થ આ પુસ્તકો લખાવે છે તેઓ પુસ્તક સંરક્ષિત રહે ત્યાં સુધી પોતાનું નામ વિદ્યમાન રખાવી શકે તેથી તેને આત્મસંતોષ થાય છે. બીજું, આ રીતે કોઈ ગૃહસ્થનું નામ પુસ્તકને કારણ ચિરસ્મૃત દેખીને બીજા ગૃહસ્થોનો પણ પુસ્તક લખાવવાના કાર્યમાં ઉત્સાહ વધે છે. તેનું અનુકરણ કરીને આવી પુસ્તક લખાવવાની પ્રવૃત્તિમાં પોતાના દ્રવ્યનો વ્યય કરે છે. પોતાની પુણ્યપ્રાપ્તિ, યશ ઉપરાંત પુસ્તક લખાવનાર વ્યકિત પોતાના પૂજ્ય, આમજન, બંધુ, આત્મીયજન અને કુટુંબીજનોના પુણ્યાર્થ માટે પુસ્તકો લખાવે છે. પુસ્તકની પ્રશસ્તિમાં જણાવેલું છે કે આ પુસ્તક અમુક વ્યક્તિએ, પોતાના સ્વર્ગગત પિતા કે બંધુની કે પુત્રની પુણ્યસ્મૃતિ માટે લખાવ્યું છે, તો કોઈમાં જણાવેલું છે કે પોતાની માતા કે ભગિની કે પત્નીની પુણ્યસ્મૃતિ નિમિત્તે લખાવ્યું છે. આ રીતે જ્ઞાનનો ફેલાવો ચાલુ રહે છે. આપણા દેશ,
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org