________________
૮૬ હજાપવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન ચોંટી ગયેલ હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં. ઉખાડવા માટે ઉતાવળ કરવી નહીં. આ સિવાય પણ એક ઉપાય છે, જ્યારે ચોમાસામાં પુષ્કળ વરસાદ વરસતો હોય ત્યારે ચોટી ગયેલ પુસ્તકને મકાનમાં ખુલ્લું મૂકી દેવું. હવા લાગ્યા પછી તેને ઉપરની જેમ ઉખાડવું. ફરીથી ચોંટી ન જાય માટે તેના દરેક પાનાં ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે.
જો તાડપત્રીય પુસ્તક ચોંટી ગયું હોય તો એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું અને જેમ જેમ પાનાં હવામાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરો ભૂંસાવાની કે ખરાબ થવાનો ભય રાખવો નહીં. પરંતુ ઇરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું નહીં. પાનાં ઉખાડતી વખતે પાનાની ગ્લણ ત્વચા એકબીજા પાના સાથે ચોંટીને તૂટી ન જાય તેની કાળજી રાખવી. ' - પુસ્તકોને સાંધવાની પદ્ધતિ પણ હતી. લીંબડીના જ્ઞાનભંડારમાં આવાં સાંધેલાં પુસ્તકો જોવા મળે છે.
પુસ્તકોનું રક્ષણ શાથી કરવું એ માટે કેટલાંક લિખિત પુસ્તકોના અંતમાં જુદી . જુદી જાતનાં સંસ્કૃત પદ્યો લખેલાં હોય છે. જેવા કે -
..
जले रक्षेत् स्थले रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् । मूर्ख हस्ते न दातव्या एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत्जलाद् रक्षेत् मूषकेभ्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ।। उदकानिलचौरेभ्यो मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ।। भग्नपृष्ठकटिग्रीवं वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ।।
ટૂંકમાં પુસ્તકોનું જળ, સ્થળ, શિથિલબંધન, મૂર્ખ, અગ્નિ, ઉદર, પવન અને ચોરથી રક્ષણ કરવું જોઈએ. કટપૂર્વક લખેલા શાસ્ત્રનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org