________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષાણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૭ હસ્તપ્રતોની નકલ કરાવેલી. પછી મુંબઈ સરકારને નિવેદન કરીને ૧૮૮૬માં પ્રો. કથપટે તથા પ્રો. ભાંડારકર પાસે હસ્તપ્રતોની સૂચિ કરાવીને જાળવણી માટે વ્યવસ્થા સૂચવેલી. વડોદરા રાજ્ય તરફથી ૧૮૯૨માં મણિલાલ નભુબાઈ ત્રિવેદી સયાજીરાવ ગાયકવાડની આજ્ઞાથી અનેક મહત્ત્વની હસ્તપ્રતોની નકલો કરાવીને એના અનુવાદો અને પ્રકાશન પણ કર્યા હતાં. ૧૮૮૩માં ડૉ. પિટર્સને પણ પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી માટે મુંબઈ સરકારની આજ્ઞાથી પ્રયત્નો કરેલા, નકલો કરેલી અને સૂચિ તૈયાર કરાવેલી. ૧૦:૩ : સરકારી અમલદારો અને સરકારને આશ્રયે, એમના પ્રોત્સાહનથી, થયેલા પ્રયત્નોની વિગતો નોધી, પણ એ ઉપરાંત અને સંશોધકો દ્વારા સમાજસંઘની મદદથી અને સ્વરૂચિથી પણ હસ્તપ્રત જાળવણીનાં અને એના સમુદ્ધારનાં કાર્યો થયેલાં.
શ્રી સી. ડી. દલાલે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના શિષ્ય મંડળની સહાયથી અનેક દુર્લભ હસ્તપ્રતો મેળવી અને એમના સંરક્ષણ માટે વડોદરામાં પ્રાચ્ય વિદ્યામંદિરની સ્થાપના કરવામાં આવી. ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ' નામની ગ્રંથમાળા હેઠળ હસ્તપ્રતની સૂચિઓ તથા મહત્ત્વની કૃતિઓ પ્રકાશિત કરવાનું નોંધપાત્ર કાર્ય કરેલું, એ કાર્ય તૂર્ત જ યાદ આવે છે.
મુનિ શ્રી પુણ્યવિજયજીએ આ હસ્તપ્રતોના સંરક્ષણની. સૂચિકરણની આ પ્રવૃત્તિમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટયૂટ
ઑફ ઇન્ડોલોજી એમની પ્રેરણાનું પરિણામ છે. હસ્તપ્રતોની જાળવણીની એક એકત્રીકરણની તથા નકલોની કામગીરીમાં પણ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. એલ. ડી. સિરીઝ હેઠળ મહત્વની કૃતિઓનું પ્રકાશન પણ થતું રહે છે.
આવું જ બીજું મહત્વનું પ્રદાન મુનિ શ્રી જિનવિજયજીનું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાત પુરાતત્વ મંદિર’ હેઠળ તેમણે જે પ્રવૃત્તિ કરી અને મધ્યકાલીન ગદ્યકૃતિઓ, પદ્યકૃતિઓના ઉદ્ધાર માટે તેમણે જે પ્રયત્નો કર્યા એની ભારત અને ભારત બહાર પણ નોધ લેવાઈ છે, હસ્તપ્રતોના સંરક્ષણ ઉપરાંત તેમના પ્રકાશનની કામગીરી એમની ઊંડી સૂઝ અને પ્રાચીન હસ્તપ્રતો પરત્વેની પ્રીતિની ઘાતક છે. 'સિંધી જૈન ગ્રંથમાળા’ દ્વારા ભારતીય વિદ્યાભવન, મુંબઈ અને શાંતિનિકેતનના માધ્યમથી પણ તેમણે હસ્તપ્રતોના સમુદ્ધાર માટેની પ્રવૃત્તિઓ કરેલી. એમની આ સેવાઓને કારણે આપણે એમના ઋણી રહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org