________________
કુ
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંાદન
૧૦:૧ : સિદ્ધરાજ જયસિંહના અને કુમારપાળના સમયથી હસ્તપ્રતલેખન અને એના ભંડારની જતનની પ્રવૃત્તિની વિગતો પુરાવાઓ સાથે મળે છે. એ પૂર્વે પણ આ પ્રવૃત્તિ તો અસ્તિત્વમાં હશે જ. એની દીર્ધ પૂર્વપરંપરા પણ હોવી જોઈએ. પરંતુ એના શ્રદ્ધેય પુરાવાઓ નથી. એટલે વિક્રમના બારમા સૈકાથી વીસમા સૈકાના પૂર્વાર્ધ સુધીનો પ્રાચીન હસ્તપ્રતોની જાળવણીનો અને સમુદ્ધારનો એક ઉજ્જવળ ઇતિહાસ આપણી પાસે મોજૂદ છે.
સિદ્ધરાજની સાહિત્યપ્રીતિ, ગ્રંથસમાન, હેમચંદ્રાચાર્યના વ્યાકરણની સેંકડો પ્રતો લખાવીને એને ભિન્ન ભિન્ન પ્રાંતના હસ્તપ્રત ભંડારોને મોકલી આપેલી, વગેરે હકીકતોના અનેક ઉલ્લેખો તત્કાલીન તથા અનુકાલીન કૃતિઓની હસ્તપ્રતોમાં મળે છે.
સિદ્ધરાજ પછી કુમારપાળે પણ ગ્રંથભંડારોની સ્થાપના કર્યાના અને તેમની જાળવણી માટે પુષ્કળ પ્રયત્નો કર્યાના ઉલ્લેખ મળે છે. એ પછી રાજા વીરધવલના સમયમાં મહામાત્ય વસ્તુપાલે કરોડો રૂપિયાના ખર્ચે ગ્રંથભંડારોની સ્થાપના કરાવેલી અને એમાં રાખવા માટે મહત્ત્વની હસ્તપ્રતોની નકલો પણ કરાવેલી. એ સમયની, એ ગ્રંથભંડારોની તાડપત્રની પ્રતોમાંની ‘ધર્માભ્યુદય’ રચના આજે પણ ઉપલબ્ધ છે.
પૂર્વકાલીન આ બધા પ્રયત્નોને કારણે તો આજે આપણી પાસે ચિત્ર, શિલ્પ જેવી અન્ય વિદ્યાઓ વિશે પણ જાણકારી છે. અપભ્રંશમાંથી ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, હિન્દી અને બંગાળી કેવી રીતે જન્મી એનો શ્રદ્ધેય ઇતિહાસ મળે છે. તેરમા સૈકાનું કુમારપાળ અને હેમચંદ્રાચાર્યનું સુપ્રસિદ્ધ ચિત્ર પણ હસ્તપ્રત ભંડારોની જાળવણીને કારણે આજે આપણી પાસે છે.
૧૦:૨ : હસ્તપ્રતોની જાળવણીના કાર્યમાં રાજવીઓ ઉપરાંત અંગ્રેજ અમલદારોએ પણ ભારે યોગદાન આપ્યું છે. તેઓ શાસન વહીવટ ઉપરાંત આવા સંસ્કાર વારસાની જાળવણીના કાર્યમાં પણ રસ લેતા હતા, એ એમની સંસ્કારપ્રીતિનું અને સાહિત્યપ્રીતિનું ઉદાહરણ છે.
ઈ.સ. ૧૮૩૨માં કર્નલ ટોડે પાટણની હસ્તપ્રતોનો ખજાનો જોઈને તેના જતન માટે મદદરૂપ થવા ઉદ્ગારો કાઢેલા કે અણહિલવાડમાં બે વસ્તુઓ મહત્ત્વની છે. એક વનરાજની મૂર્તિ અને બીજાં જૈન પુસ્તકાલયો.
A
૧૮૭૩માં ઍલેકઝાન્ડર ફિન્લોક ફાર્બસે તથા ૧૮૭૫માં ડૉ. જ્યોર્જ બુલ્હરે પાટણની મુલાકાત લીધેલી અને ત્યાંના હસ્તપ્રત ભંડારોમાંની કેટલીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org