________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૫
અમે બનાવી. દરેકમાંથી ઓછામાં ઓછી સોએક હસ્તપ્રતો મળે, તોપણ એકાદ લાખ જેટલી હસ્તપ્રતો થાય. આ ઉપરાંત અમદાવાદ, પાટણ, ખંભાત, છાણી, અગાસ, વડોદરા અને રાજકોટ જેવાં સ્થાનોના જૈન ભંડારોની સમૃદ્ધિથી તો આપણે વાકેફ છીએ. કચ્છમાં પણ વિપુલ માત્રામાં જૈન-જૈનેતર લેખકોની હસ્તપ્રતો છે. સામાજિક સંસ્થાઓની પાસે પણ વિપુલ પ્રમાણમાં પ્રાચીન હસ્તપ્રતો સચવાયેલી છે. આ બધી સંસ્થાઓ તો સમાજમાંથી અનુદાન મેળવીને પોતાની પાસેના જ્ઞાનવારસાનું જતન કરી રહી છે. પણ તેઓ પણ કેટલો સમય સુધી તેમ કરી શકશે, એ મોટો પ્રશ્ન છે. તાજેતરમાં ફાર્બસ ગુજરાતી સભા તરફથી હસ્તપ્રતોની જાળવણીના ખર્ચને પહોચી વળવા માટે ભાયાણી સાહેબ જેવા વિશ્વવિખ્યાત સંશોધકો સામે ટહેલ નાખી છે. પ્રબોધ પરીખ જેવા ભારતખ્યાત તત્ત્વજ્ઞાની સંશોધકે પણ આ ટહેલમાં પોતાનો સમય આપ્યો છે. આખરે, આવા કાર્ય માટે પ્રતિસાદ પણ ક્યાં સુધી મળશે ? ૯:૨ : ચિત્ર બહુ ધૂંધળું છે અને ઘણું બાકી પણ છે. ગુજરાતના ગામેગામના હસ્તપ્રત ભંડારોની યાદી હોય અને એ બધા ભંડારોમાં સચવાયેલી પ્રતોની યાદી પગ હોય, એ ખૂબ જ જરૂરી છે. સામાજિક સંસ્થાનો અને ધર્મ સંસ્થાનો નિર્ધારિત રીતે હસ્તપ્રતોની જાળવણી માટે હસ્તપ્રતોની સંખ્યાને આધારે અનુદાનની રકમ નક્કી કરાય અને સરકારશ્રી સાથે સંલગ્ન હસ્તપ્રત ભંડારો કે જેમને સમાજનો પણ પ્રતિસાદ નથી તેમને નિયમિત રીતે અનુદાન મળે એમાં સંશોધન અધિકારીઓ, હસ્તપ્રત નિરીક્ષકો, હસ્તપ્રત સંરક્ષકોની જગ્યાઓ મંજૂર કરવામાં આવે અને પ્રાંતમાં પથરાયેલ હસ્તપ્રત ભંડારોની યાદી બનાવવાનું કામ કોઈને સોપવામાં આવે એ પાયાની અને પ્રાથમિક આવશ્યકતાઓ છે.
(૧૦)
હસ્તપ્રતોની જાળવણીનો આજસુધીનો પણ એક મોટો ઇતિહાસ છે. એની કેટલીક માહિતીથી કેવા મહાન સંશોધકો-વિદ્વાનોએ તે માટે કેવું નોંધપાત્ર માર્ગદર્શન આપ્યું છે એનો ખ્યાલ આવે છે. રાજવીઓ, વિદેશી વહીવટદારો, સંશોધકો અને સંસ્થાઓએ આ કાર્યમાં કેવું યોગદાન આપ્યું છે એ ટૂંકમાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org