________________
૨૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન વિકાસના અનેક તબકકાઓનો ખ્યાલ મળી રહે એમ છે. જમીનમાં પાણી ક્યાં છે?' થી માંડીને માનવજીવનના ઊઠતા અનેક પ્રશ્નોના સમાધાનરૂપ ઉત્તરો આ હસ્તપ્રતોમાંથી મળે છે.
(૮).
૮:૧ : આ નવ સૈકા દરમિયાનની પ્રાચીન હસ્તપ્રતો છેલ્લાં પાંચ સૈકાના રાજકીય દસ્તાવેજો એટલે કે વહીવટી દફતર તરીકે ઓળખાવાતી સામગ્રી કરતાંય વધુ મહત્ત્વની છે. આપણે ત્યાં છેલ્લાં પાંચ સૈકાનાં દફતરોના ઐતિહાસિક રાજકીય દસ્તાવેજોની જાળવણી માટે પણ વ્યવસ્થિત એવું તંત્ર છે. એના સંરક્ષણ અને જતન માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવાઈ છે, એ આપણી સરકારની એક અત્યંત મહત્ત્વની અને ધ્યાનાર્હ બાબત છે. એમાંથી ઉદાહરણ લઈને ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, રાજસ્થાન આદિ રાજ્યો પણ આ દિશામાં પ્રવૃત્ત થયાં છે. ૮:૨ : આમ, દફતર સંરક્ષણની કામગીરી એ આપણી સરકારનું મહત્વનું કાર્ય છે. પરંતુ આપણે ત્યાં કંઈ કેટલાય સૈકાથી સચવાતી આવેલી પ્રાચીન જૂની હસ્તપ્રતોની જાળવણી માટે - સંરક્ષણ માટે કોઈ વ્યવસ્થિત તંત્ર નથી. આ બાબત તરફ એમનું ધ્યાન આપણે પાગ આજસુધી ખેચ્યું નથી. પરિણામે સાચવી રાખેલી હસ્તપ્રતોનું જતન કરી ન શકવાને કારણે, જીર્ણશીર્ણ થઈ ગઈ છે, નષ્ટપ્રાય થઈ રહી છે. જો વહેલી તકે સરકાર શ્રી તરફથી એના જતનસંરક્ષણ માટે વ્યવસ્થા નહીં થાય અને તેને માટે નિયમિત રૂપે અનુદાન નહીં મળે, તો આપણે બહુ ગુમાવવાનું રહેશે અને ભાવિ પેઢીના સંશોધકોનો આપણે બહુ મોટો દ્રોહ કયો ગણાશે.
૯:૧ : ગુજરાતમાં હસ્તપ્રતોની જાળવણી બે પ્રકારનાં હસ્તપ્રત સંરક્ષણ કેન્દ્રો દ્વારા થાય છે : એક તો, સરકારશ્રી સાથે સંકળાયેલ સંસ્થાઓના હસ્તપ્રત ભંડારો અને બીજા ધાર્મિક-સામાજિક સંસ્થાઓ હસ્તકના હસ્તપ્રત ભંડારો. પ્રથમ પ્રકારના હસ્તપ્રત ભંડારો ગુજરાતમાં માત્ર છ છે. અમદાવાદમાં ત્રણ, વડોદરામાં એક, દ્વારકામાં એક અને રાજકોટમાં એક બીજા પ્રકારના હસ્તપ્રત ભંડારોની સાચી માહિતી પણ આપણી પાસે નથી, એટલી વિપુલ સંખ્યામાં હસ્તપ્રતો આ ભંડારોમાં છે, અને માત્ર સૌરાષ્ટ્રનાં સંત ધર્મસ્થાનોના ચોપડાવાળી હસ્તપ્રતોની સર્વેક્ષણની યોજના કરીએ તો પ્રાથમિક માહિતીરૂપે સહસ્ત્રાધિક સ્થાનોની યાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org