________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૩ કરીને તેમાગે ઊભી કરેલી આ સંસ્થાની જૈનધર્મનાં સાહિત્ય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ અને સ્થાપત્યના જિજ્ઞાસુએ મુલાકાત લેવા જેવી છે. '
અત્યંત મહત્ત્વના અને જાણીતા સ્થાનને વિષયે આ તો સામાન્ય પરિચય છે. પણ પ્રત્યેક જૂના સ્થાને દેરાસર-ઉપાશ્રયમાં પ્રાચીન હસ્તપ્રતના ભંડારો છે. પાલિતાણામાં, ભાવનગરમાં અને કચ્છમાં બહુમૂલ્ય હસ્તપ્રતો છૂટીછવાઈ સચવાઈ રહી છે. આ તમામ ભંડારોની એક યાદી થવી જોઈએ. એમાંની હસ્તપ્રતોની સંખ્યા અને સૂચિ પણ જોઈએ. આવી એક વ્યવસ્થિત સંકલિત સૂચિની આવશ્યકતા છે.
૭:૧ : ગુજરાતનો રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ રચવા, લખવા માટે ખૂબ જ મહત્વની સામગ્રી પ્રાચીન-જૂની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થઈ છે. ભારતના અન્ય પ્રાંત કરતાં આપણે ત્યાં જૂની હસ્તપ્રતો પ્રમાણમાં ખૂબ સારી એવી સંખ્યામાં સચવાયેલી છે, જેને કારણે ઈસવીસનની અગિયારમીથી ઓગણીસમી સદીના અંત ભાગ સુધીની કંઈ કેટલીય વિગતો, પુરાવા, દસ્તાવેજો પ્રાચીન હસ્તપ્રતો દ્વારા સુલભ થયાં અને આપણા પ્રાંતના રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ માટેની ઘણી વિગતો અભ્યાસીઓ સમક્ષ પ્રસ્તુત કરી શક્યા. ૭:૨ : બીજી મહત્વની બાબત હતી આપણી ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરાણ તૈયાર કરવાની. આવું વ્યાકરણ આપણે આ પ્રાચીન જૂની હસ્તપ્રતને કારાગે તૈયાર કરી શક્યા છીએ. ભારતની કોઈ ભાષામાં અગિયારમીથી પંદરમી સદી સુધીની જે તે પ્રાંતની ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ નથી. જ્યારે આપણે ત્યાં માત્ર સૈકા સૈકાની નહીં પરંતુ દાયકા દાયકાની રચના સમયના નિર્દેશવાળી હસ્તપ્રતો વિપુલ માત્રામાં સુલભ હોઈને ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ તૈયાર કરી શકાયું.
આમ, પ્રાચીન હસ્તપ્રતો અત્યંત મહત્ત્વની અને પ્રમાણભૂત એવી સામગ્રી સંશોધકોને પૂરી પાડે છે. એમાંથી આપણા સંસ્કારવારસાનાં અનેક ઉદાહરણો પ્રાપ્ત થતાં હોઈને એનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. ૭:૩ : વસ્તુપાલ-યશોવિજય જેવા અનેક મહત્વના મહાપુરુષોના હસ્તાક્ષરોવાળી પ્રાચીન હસ્તપ્રતો આજે પણ સચવાયેલી છે. બીજી પણ કેટલીય સચિત્ર હસ્તપ્રતો સચવાયેલી છે. એમાંથી ભારતીય ચિત્રકળાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org