________________
૨૨
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય: સંશોધન અને સંપાદન
સંશોધન-અધિકારીઓ, સંશોધક-મદદનીશો, સંશોધકો આ સંશોધન વિદ્યાભવૅનમાં સક્રિયપણે ભારતીય પ્રાપ્ય વિદ્યાઓમાં સંશોધનકાર્ય કરી રહ્યા છે.
વસુદેવ હિંડી', હરિવંશપુરાણ', વાભદાલંકારવૃત્તિ” ઉપર કામ ચાલી રહ્યું છે. “સંબોધી” એ વાર્ષિક મુખપત્ર છે. જેમાં સંશોધકોના સંશોધનલેખો પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં આ એકસોથી પણ વધુ સંખ્યામાં પ્રકાશનો પ્રકાશિત થયાં છે, જેમાંથી જૈન સાહિત્યની સમૃદ્ધિનો ખ્યાલ મળી રહે છે.
અલભ્ય અને અપ્રાપ્ય એવી કંઈ કેટલીય હસ્તપ્રતો, ચિત્રાવલિયુક્ત હસ્તપ્રતો, સુવર્ણાક્ષરાંતિ પ્રતો અને સિક્કાઓ, મૂર્તિઓ, તામ્રપત્રો અહીં સુવ્યવસ્થિત રીતે સચવાઈ રહેલાં છે. દેશના-વિદેશના અનેક સંશોધકો આ માટે ભારતના ગુજરાતમાં આવેલા આ વિદ્યાધામનું દ્વાર ખખડાવે છે.
૭૫ હજારથી પણ વધુ હસ્તપ્રતો જે રીતે અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિથી અહીં સચવાય છે, તે આદર્શ પદ્ધતિ સમગ્ર ભારતમાં અનુકરણીય બની છે. કોઈ પણ હસ્તપ્રતમાં કઈ વિગત લખાયેલી છે, એનો સમય, કર્તા એની બધી જ વિગતોવાળું એક કેટલોગ પણ પ્રકાશિત થયું છે. આમ આપણા બહુમૂલ્ય વારસાનું અત્યંત કાળજીથી અહીં જતન થઈ રહ્યું છે. પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને રાજસ્થાની ભાષાની આ હસ્તપ્રતોમાં જૈન અને જૈનેતર સર્જકોએ જે સર્જન કર્યું છે, તેનો અભ્યાસ સતત ચાલી રહ્યો છે. ઉપરાંત પ્રાચીન લિપિનાં હસ્તપ્રત-વાચન-સંપાદનની તાલીમના અભ્યાસ-વર્ગો પણ 'પ્રાકૃત વિદ્યા મંડળ'ના ઉપક્રમે અહીં યોજાતા રહે છે. તત્પરિણામે, અભ્યાસીઓ એક આગવી શિસ્ત અને પદ્ધતિથી પૂરા પરિચિત થઈને, આ ક્ષેત્રમાં વધુ પ્રમાણમાં રસ લેતા થયા છે, કાર્ય કરતા થયા છે.
પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી, મુનિ શ્રી દેવસૂરિજી, મુનિ શ્રી કીર્તિસૂરિજી, મુનિ શ્રી માલવ્યવિજયજી, શેઠ આણંદજી કલ્યાણજી વગેરેના સમૃદ્ધ હસ્તપ્રતભંડારો આ સંસ્થાને પ્રાપ્ત થયા છે.
ચેરમેન શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું એક સ્વપ્ન હતું કે જૈનવિઘાસાહિત્યનો, સંસ્કૃતિનો, સ્થાપત્યનો ઊંડો અભ્યાસ થાય, એમાં સંશોધનો થાય. ચુનીભાઈ ચિમનભાઈ ટ્રસ્ટી મંડળમાં છે અને શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ આ સંસ્થાના મંત્રીશ્રી છે. કરોડો રૂપિયાની કિંમતની આ અસ્કામત ઊભી કરવાનું જાળવવાનું અને એને અભ્યાસમૂલક દિશામાં ગતિમાન કરવા માટેનું કસ્તૂરભાઈનું વલણ-સ્વપ્ન અભિનંદનાઈ છે. સંપત્તિનો આવો સુંદર વિનિયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org