________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૧
ઊંડાણથી અનેક પ્રકારનાં સંશોધનો અત્રે થઈ રહ્યાં છે.
આપાગી બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસાનો બહુધા શિલાલેખો, તામ્રપત્રો અને હસ્તપ્રતોને આધારે જ આપણને પરિચય થાય છે. દુર્ભાગ્યે એ બધી ચીજોનું વિજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય રીતે ક્યાંય પણ જતન થતું નથી, ત્યારે ઊંડા અભ્યાસ કે તુલનાત્મક અધ્યયનનો તો વિચાર જ કેવી રીતે આવે ? પરદેશમાં આજે આ વિષયમાં ઘણું પાયાનું કામ અનેક વિદ્વાનો કરી રહ્યા છે. આવા સમયમાં ગુજરાતનું લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર આપણું એક બહુ મોટું આશ્વાસન છે, કારણ કે ત્યાં શિસ્તબદ્ધ રીતે આ પ્રકારનો સ્વાધ્યાય-યજ્ઞ અવિરત ચાલતો જોવા મળે છે. .
આજની દષ્ટિએ જોઈએ તો, એક કરોડથી પણ વધુ કિંમતનું સુંદર વિદ્યાભવન, વિશાળ અને આધુનિક સુવિધાપૂર્ણ હસ્તપ્રત-ભંડાર, ગ્રંથાલય, સંશોધકો માટે ગેસ્ટ હાઉસ, સંશોધન-કાર્યરત એવા જૈન મુનિઓના નિવાસ માટે ઉપાશ્રય, કર્મચારી- આવાસ અને વિશાળ વનરાજીયુક્ત કમ્પાઉન્ડવાળું આ વિદ્યાધામ અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલું છે. ૩૦ લાખના ખર્ચે એક વ્યવસ્થિત મ્યુઝિયમ પણ તૈયાર થયું છે. ઇન્ડોલોજીમાં શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિવિધાનકળાના અનેક નમૂનાઓ, ફોટોગ્રાફ, તામ્રપત્રો અને શિલાલેખો વગેરેના દશ હજારથી પણ વધુ પ્રાચીન વસ્તુના નમૂનાઓ છે. ફિલ્મ નેગેટિવ માઇક્રોફિલ્મ, રેકર્ડઝ, કૅસેટ્સ, ફોટોગ્રાફ્સ - એ બધું પાગ ઇન્ડોલોજીનો એક સમૃદ્ધ ભાગ છે.
પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી કસ્તૂરભાઈ લાલભાઈએ આ ભારતીય સંસ્કૃતિના વિરલ ગણાય એવા અવશેષોને સંગ્રહવાની અને એના અભ્યાસ માટેની યોજનાને ૧૯૫૭માં એક નકકર રૂપ આપેલું. ૧૧-૦૫-૬૩ના રોજ એ વખતના વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ એ વિશાળ સુવિધાપૂર્ણ વિદ્યાધામનું ઉદ્દઘાટન કરેલું. ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતું આ એક કેન્દ્ર બની રહેશે, એવી તેમની અપેક્ષા ખરી પડે, એવી એક સંશોધક-માર્ગદર્શકનિયામક શ્રેણી આ વિદ્યામંદિરને સાંપડી છે એ આપણું સદ્ભાગ્ય છે.
પ્રારંભમાં કે. કા. શાસ્ત્રી, હરિપ્રસાદ શાસ્ત્રી, રસિકલાલ પરીખ અને જિતેન્દ્ર જેટલીએ બહુમૂલ્ય સેવાઓ આપી. શ્રી દલસુખભાઈ માલવણિયા અને ડૉ. હરિવલ્લભ ભાયાણીની સેવાઓ ઉપરાંત, એમાં ડૉ. નગીનભાઈ શાહ, તપસ્વી નાન્દીની સેવાઓ પણ ભળી છે. હાલમાં આ બધા વિદ્વાનો ઉપરાંત અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org