________________
૨૦. હસ્તપ્રતવિઘા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન
પરિણામે આપણા દેશની અલભ્ય એવી તાડપત્ર પર લખાયેલી અને કલાત્મક રંગીન સચિત્ર એવી ૨૭૫ જેટલી હસ્તપ્રતો સુવ્યવસ્થિત રીતે અહીં સંગ્રહાયેલી છે. ખાસ કરીને વસ્તુપાળના હસ્તે ૧૩૯૮માં લખાયેલી “ધર્માલ્યુદય મહાકાવ્યની પ્રત આપણી એક બહુ મોટી અસ્કામત છે, જે અહીંના આ જ્ઞાનભંડારમાં જ મળે છે. ઉપરાંત કાલિદાસનું “રઘુવંશ', જયમંગલકૃત “કવિશિક્ષા' વગેરે કૃતિઓ અત્રે હસ્તપ્રતરૂપે મળે છે. વસ્તુપાળના હસ્તાક્ષરો એ એક ઐતિહાસિક સામગ્રી છે. જૈન સમાજ જેનો બહુ સાચી રીતે ગૌરવ લઈ શકે એવો આ એક જ્ઞાનભંડાર છે. ૬:૨:૨ : “વિજયનેમિસૂરિજી જ્ઞાનભંડાર'માં પણ વિશેક હજાર જેટલી હસ્તપ્રતો છે. અહીં પણ વિનયવિજયજી રચિત લોકપ્રકાશ' નામની એનસાઇક્લોપિડિયા કક્ષાની માહિતીપૂર્ણ હસ્તપ્રત સંગ્રહાયેલી છે. ૬:૨:૩: “નીતિવિજયજી જ્ઞાનભંડાર'માં પણ પાંચેક હજાર જેટલી હસ્તપ્રતો છે. સુવર્ણાક્ષરી અને સચિત્ર એવી પ્રાચીન હસ્તપ્રતો આ જ્ઞાનભંડારની આગવી રિદ્ધિ છે. ચાંદીની શાહીથી લખાયેલ કલ્પસૂત્ર પણ અત્રે છે. આ હસ્તપ્રત ભંડારમાં ખંભાતના નિવાસી અને ભંડારના સંરક્ષક શેઠ શાંતિલાલ મણિલાલનો સંગ્રહ પણ સમાવિષ્ટ થયેલ છે.
આમ, કલા અને સંસ્કૃતિના ભવ્ય પ્રતીકરૂપ જિનાલયો તથા હેમચંદ્રાચાર્ય સ્મૃતિધામ ઉપરાંત આપણા પ્રાચીન સાહિત્યનાં ઉજ્જવળ પ્રકરણોને પૂરી કાળજીથી સાચવતા અમૂલ્ય સાહિત્ય ભંડારોનો તેજસ્વી ધામ જેવાં ખંભાતનો કોઈ પણ જૈન ગૃહસ્થ પ્રવાસ કરવા જેવો છે. એ માત્ર યાત્રા પ્રવાસ નહીં પણ એક પ્રકારનો સાંસ્કૃતિક પ્રવાસ ગણાશે, જે આપણા ભવ્ય અને તેજસ્વી વારસાનું સ્મરણ કરાવીને આપણને પણ એક પ્રકારનું ભવ્ય સ્વપ્ન સેવવા તરફ લાવશે. દ:૩ જૈન સાહિત્ય, તત્વજ્ઞાન અને સંસ્કૃતિનું સંગમતીર્થ : ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
પ્રાચ્ય વિદ્યાઓ માટેનાં સમગ્ર ભારતમાં સુવ્યવસ્થિત રીતે કાર્યરત હોય એવાં વિદ્યાધામોની સંખ્યા બહુ જ અલ્પ છે. એવી સ્થિતિમાં અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર(એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી) સમગ્ર ભારત અને ભારત બહાર સુખ્યાત એવું એક વિદ્યાધામ છે, એ આનંદની બાબત છે. જૈન સાહિત્ય અને પ્રાચીન વિદ્યાઓ પરત્વે વિપુલ પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org