________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો: જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૯
કરેલી, એમાં ખંભાતના સ્તંભતીર્થમાંની ભગવાન નેમિનાથની સ્થાપનાનું પણ
સ્થાન છે. આ એક બહુ જ મહત્ત્વની બાબત છે. ખંભાતનાં જૂનાં નામો ‘સ્તંભતીર્થ', 'થંભનતીરથ' કે 'થંભનપુર મળે છે તેની પાછળ આ એક પ્રાચીન એવું ઐતિહાસિક તથ્ય હોવાનો પૂરો સંભવ છે.
આજે ખંભાતમાં ૬૮ જેટલાં ભવ્ય કલાપૂર્ણ જિનાલયોમાં ૧,૧૭૦ જેટલી આરસ પ્રતિમાઓ, ૧,૩૭૦ જેટલી ધાતુની પ્રતિમાઓ છે. એક સાચી નીલમની પ્રતિમા છે. ૨૦ જેટલી સ્ફટિકની પ્રતિમાઓ, ૧૪૬ જેટલાં ચાંદીનાં સિદ્ધચક્રો અને ૯૮ જેટલાં ધાતુનાં સિદ્ધચકોથી આ પ્રાચીન નગર સાંપ્રતકાળે પણ પવિત્ર-ઉજ્જવળ તેજથી ઝળહળે છે.
કલો ઉપરાંત સાંસ્કૃતિક બાબતે પણ આ નગરનું બહુ મોટું મહત્ત્વ છે. મહાન જૈન સર્જક શ્રી ઋષભદાસનું આ વતન છે. એ સ્મારક સ્થળના દર્શનથી એના ભવ્ય સર્જનનો પણ પરિચય થાય છે. ઉપરાંત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ સંવત ૧૧૫૪માં દીક્ષા પણ આ શહેરના પાર્શ્વનાથ મંદિરમાં લીધેલી. ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિજી પાસે જ્યાં હેમચંદ્રાચાર્યજીએ વિદ્યાભ્યાસ કરેલો એ સંસ્કૃતિના પ્રતીકરૂપ સ્થળને પણ ખંભાતે સુંદર અને સુવ્યવસ્થિત રીતે સાચવી રાખ્યું છે. આ એ જ સ્થળ છે જ્યાં કુમારપાળને હેમચંદ્રાચાર્યશ્રીએ આશ્રય આપેલો. આ સ્મૃતિધામ એ એક રીતે ખંભાતનું આભરણ છે. આપણા મહાન સાધક અને સર્જક એવા શ્રી હેમચંદ્રાચાર્યજીનું ખંભાતનું આ સ્મૃતિધામ એ એક રીતે ખંભાતનું આભરણ છે. આપણા મહાન સાધક અને સર્જક એવા શ્રી હેમચંદ્રાચાર્યજીનું ખંભાતનું આ સ્મૃતિધામ આપણી ભવ્ય એવી પ્રાચીન સંસ્કૃતિનું ઘોતક છે.
કલા, સંસ્કૃતિ ઉપરાંત સાહિત્યજ્ઞાન ભંડાર એ પણ ખંભાતની અત્યંત મહત્ત્વની અને મોહક એવી ઘટના છે. આપણી અમૂલ્ય-અલભ્ય પ્રાચીન સાહિત્યપ્રતોને પોતાના ત્રણ જ્ઞાનભંડારોમાં વ્યવસ્થિત રીતે જાળવનાર ખંભાતના માત્ર જૈન નહીં પણ સમગ્ર દેશવાસીઓ ઋણી છે. ૬:૨:૧ : શાંતિનાથ પ્રાચીન તાડપત્રીય જ્ઞાનભંડાર :
એ માણેકચોકમાં આવેલ હસ્તપ્રત ભંડાર છે. શ્રી વિશા ઓસવાળ જૈનસંઘ દ્વારા સુવ્યવસ્થિત રીતે એનું સંચાલન થાય છે. શ્રી દિનેશભાઈ ઝવેરી જેવા સૂઝવાળા કાર્યકરોનો નગરના ઇતિહાસ - સંસ્કૃતિ પ્રેમી અને પ્રાચ્યવિદ્યાના ઊંડા અભ્યાસી શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીનો પણ ઉમદા સહકાર સાંપડેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org