________________
૧૮
હપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન
અને ૧૧મી, ૧રમી તથા ૧૩મી સદી દરમિયાન લખાયેલ પ્રાકૃત-અપભ્રંશ ભાષાનાં કાવ્યો, નાટકો, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર, જ્યોતિષ, વેદાન્ત, ન્યાય અને શિલ્પવિદ્યા વગેરે વિષયની અનેક હસ્તપ્રતો ભંડારની એક આગવી રિદ્ધિ છે. ઉપરાંત સંસ્કૃત, મરાઠી અને ગુજરાતી ભાષાની પણ અનેક કૃતિઓ અત્રે હોઈ, એના અભ્યાસ માટે દેશપરદેશના અનેક વિદ્વાનો આ સંસ્થાનો સંતોષપૂર્વક લાભ લઈ શકે છે. પ્રારંભમાં શ્રી કેશવલાલભાઈની સેવાઓ પ્રાપ્ત થતી. હવે અત્યંત નિષ્ઠાવાન યુવાન અધ્યાપક શ્રી અશોક સેવંતીલાલ શાહની માનદ સેવાઓ, કોઈ પણ અભ્યાસીને પ્રાપ્ત થાય છે, એ કારણે આજની પેઢીમાં આપણને ઊંડી શ્રદ્ધા પણ બેસે છે.
આ ઉપરાંત તાડપત્રીય હસ્તપ્રતોના મોટા જથ્થામાં જે ત્રાગ ભંડારો સમગ્ર ભારતમાં છે, એમાંનો એક હસ્તપ્રત ભંડાર પાટણમાં છે, બીજો ખંભાતમાં છે અને ત્રીજો જેસલમેરમાં. પાટણના આ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત ભંડારની ૪૧૩ જેટલી હસ્તપ્રતોની ખૂબ જ વિગતપૂર્ણ વિશદ સૂચિ જૈન સાહિત્યના એકનિક અભ્યાસી શ્રી લાલચંદ ભગવાનજી ગાંધીએ તૈયાર કરેલી છે.
આ ઉપરાંત ભોગીલાલ લહેરચંદ ગાંધી ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજીની પણ પાટણ ખાતે સ્થાપના થયેલી. આ સંસ્થામાં પ્રાચ્ય વિદ્યાના સંશોધન અને સંપાદનના ઘનિષ્ઠ અભ્યાસને પૂરો અવકાશ હતો, પણ હાલમાં એ સંસ્થા સમેટી લેવાઈ છે. અને હાલ દિલહી નજીક એ કાર્યરત છે.
આ ઉપરાંત કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર તથા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય પણ પ્રાચ્ય વિદ્યાના સ્વાધ્યાય-સંશોધન-કેન્દ્રો છે. ભાભાના પાડામાં પણ કાગળની અને તાડપત્રની હસ્તપ્રતો સચવાઈ છે.
પ્રાચીન હસ્તપ્રત ભંડારને ઉચિત પરિપ્રેક્ષ્યમાં રાખવાનું મહારાજસાહેબનું ભવ્ય સ્વપ્ન સાકાર થયું અને પાટણ એક પ્રાચ્યવિદ્યા-ઉપાસનાનું કેન્દ્ર બન્યું. આ પ્રકારની સુરક્ષા એ એક આદર્શ સ્થિતિ છે.
૬:૨ જૈન કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો સુંદર સમન્વય : ખંભાતના ભંડારો :
જૈન કલા, સંસ્કૃતિ અને સાહિત્ય એમ ત્રિવિધ ક્ષેત્રે ખંભાતનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ એક ઐતિહાસિક અને પવિત્ર એવું સંસ્કૃતિધામ
- જૈનોએ જૈન ધર્મના આવાં જુદાં જુદાં સ્થાનોમાં ૮૪ મૂર્તિઓની સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org