________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૭
મહારાજસાહેબોનો વિચાર અને પાટણના જૈન સમાજના વ્યાપક રૂપના સહકારના સુફળરૂપ વિદ્યાધામ તે આજનું અનેક દેશી-પરદેશી સંશોધકોનું આકર્ષણ કેન્દ્ર શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર'. આધુનિક ઢબની તમામ સુવિધાઓથી સંપન્ન અને ફાયર-પૂફ એવા આ ભવનના ભવ્ય, આકર્ષક શૈલીના બાંધકામથી પાટણની પવિત્ર એવી શોભામાં અભિવૃદ્ધિ પણ એટલી જ થઈ છે. પાટણનું આ એક ઉત્તમ એવું દર્શનીય સ્થળ છે, જે આપણા મહાન વારસાની પ્રતીતિ કરાવતી ૨૦,000 જેટલી માતબર કહી શકાય એવી હસ્તપ્રતોને સુવ્યવસ્થિત રૂપે સાચવી રહ્યું છે - કહો કે, આપણી સંસ્કૃતિ-સાહિત્ય-સમૃદ્ધિનું આ એક સુરક્ષાધામ છે.
તા. ૦૭-૦૪-૧૯૩૯ ને શુક્રવારના એ શુભ દિવસે ગુજરાતી સાહિત્યના સુખ્યાત સર્જક શ્રી કનૈયાલાલ મુનશીના વરદ્ હસ્તે આ જ્ઞાનોપાસનાના
ભવનનો ઉદ્ધાટન વિધિ યોજાયેલો. મહારાજસાહેબોની દરમિયાનગીરીથી 'પાટણના જુદાજુદા વિસ્તારની તમામ હસ્તપ્રતો તથા કચ્છ અને પંજાબમાંથી પણ એકત્ર કરાયેલી હસ્તપ્રતો એક જ સ્થળે સુરક્ષિતરૂપે આ ભવનમાં રાખીને એની અર્પણવિધિ પાટણના જૈન શ્રીસંઘને થઈ.
આપણું સદ્ભાગ્ય કે મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી મુનિ શ્રી પુણ્યવિજ્યજીએ આ સંસ્થામાં કિશોરવયથી જ સંશોધન-સંપાદનની કામગીરીનો આરંભ કરેલો. અત્યારે લા.દ. પ્રાપ્ય વિદ્યામંદિરમાં કાર્યરત અને હસ્તપ્રતવિદ્યાના નિષણાત શ્રી લક્ષ્મણભાઈ ભોજક એ સમયે દશ વર્ષની વયે અહીં જ સતત મદદરૂપ થઈને આ વિદ્યામાં પારંગત થયેલા.
૨૦,જેટલી બહુમૂલ્ય એવી હસ્તપ્રતોને સુરક્ષિતરૂપે જાળવતા આ ભંડારની ૧૪,૦% હસ્તપ્રતોની વિગતપૂર્ણ સૂચિનો પ્રથમ ભાગ મુનિ શ્રી પાગ્યવિજ્યજી દ્વારા તૈયાર કરાવેલ, તે લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત થયેલ છે. હવે ૬૦૦ જેટલી પ્રતોની સૂચિ પ્રકાશિત થવાની બાકી છે. ઉપરાંત કેટલીક હસ્તપ્રતોની માઇક્રોફિલ્મ પણ લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર અને જંબુવિજયજી દ્વારા તૈયાર થઈ છે.
બૌદ્ધોના પ્રમાણવાર્તિક' ગ્રંથ પરની અનેક કોમેન્ટ્રીઓ મળતી હતી. તિબેટી ભાષામાં પણ એના પરની વિસ્તૃત ટીકાઓ પ્રાપ્ત થતી હતી. પરંતુ એ સંસ્કૃત ગ્રંથની મૂળ પ્રત આ ભંડારમાં છે, જે ક્યાંય લભ્ય નથી. એવા આ અલભ્ય ગ્રંથની મૂળ પ્રત ઉપરાંત ધર્મવિધિ પ્રકરણ’, ‘કુમારપાળચરિત્ર', 'કુવલયમાલા'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org