________________
૨૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ૧૦:૪ : ફાર્બસ ગુજરાતી સભા' એ પણ મધ્યકાલીન હસ્તપ્રતોના સંરક્ષણ અને સંપાદનમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. હવે એની શાખા અમદાવાદમાં પણ શરૂ થઈ છે.
એવું જ પ્રદાન ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ'નું છે. હસ્તપ્રતોની જાળવણીનું તેનું કાર્ય પ્રશસ્ય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આરંભથી જ આઘ કુલપતિ ડોલરરાય માંકડે પ્રાચીન હસ્તપ્રતોના એકત્રીકરણની, સંરક્ષણની અને પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરેલી. વિશિષ્ટ રૂપની એટલે ખાસ કરીને સાહિત્ય અને રાજકીય વિષયની ચારાણી હસ્તપ્રતોનો અને વહીવંચા બારોટની વહીઓનો વિપુલ ભંડાર અત્રે છે. સૂચિપત્રો તથા અનેક કૃતિઓનાં પ્રકાશનો થયેલાં છે, તથા ‘ઝવેરચંદ મેઘાણી ગ્રંથમાળા” હેઠળ બીજાં પણ મહત્ત્વનાં પ્રકાશનો થયાં છે.
આ તો સંસ્થાઓના પ્રદાનનો આછો ઉલ્લેખ કર્યો. અને અભ્યાસનિષ્ઠ સંપાદકોએ પણ હસ્તપ્રતોના ઉદ્ધાર માટેના સંપાદન કાર્યમાં તથા પ્રકાશનમાં પોતાની સેવાઓ આપી છે. એ બધા સંશોધક-સંપાદકોની સેવાઓની પણ નોધ લેવી જોઈએ. હસ્તપ્રત સંરક્ષણ જતનનું સ્વરૂપ અને પદ્ધતિનો પરિચય મહત્ત્વની હસ્તપ્રતો જાળવતા કેટલાક જૈન હસ્તપ્રત ભંડારોનો ટૂંકો પરિચય અને હસ્તપ્રત સંરક્ષણની સંપાદનની કામગીરીની સૈકાઓ જૂની આપણી સમૃદ્ધ પરંપરાનો ઐતિહાસિક અભિગમથી અત્રે પરિચય પ્રસ્તુત કર્યો. એને આધારે ખ્યાલ આવે છે કે સંસ્કૃતિના મહત્ત્વના દસ્તાવેજ તરીકે આ ક્ષેત્ર કેટલું મહત્વનું છે. આપણાં સાહિત્ય, ઇતિહાસ અને અન્ય વિષયોના અભ્યાસમાં એ એક મહત્વની શ્રદ્ધેય સામગ્રી તરીકે ખપમાં લાગે તેમ છે. એના વ્યવસ્થિત રૂપમાં અભ્યાસની ખરી આવશ્યકતા છે. આખા ગુજરાતમાં એક સાંકળરૂપ બને તેવા પ્રયત્નો - કાર્યક્રમો યોજવા જોઈએ. આ માટે પ્રાથમિક આવશ્યકતા તો તમામ હસ્તપ્રતોના ભંડારોની એક સૂચિની છે. પછી સર્વગ્રાહી સૂચિની પણ એવી જ આવશ્યકતા છે. પરંતુ આ માટે તાલીમની જોગવાઈ નથી. તાલીમ કેન્દ્ર દ્વારા સંશોધન અને સ્વાધ્યાયને સમર્પિત અભ્યાસીઓની પણ બહુ મોટી આવશ્યકતા છે.
ટેકનૉલોજીના વિકાસમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થઈ પણ એની સાથે કામ પાડી શકે એવા સંનિષ્ઠ અભ્યાસીઓની તો અનિવાર્ય આવશ્યકતા છે. પુણ્યવિજયજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષમાં આપણે ટહેલ નાખીએ. મળી રહેશે એવી પૂર્ણ શ્રદ્ધા છે. પણ “યોજકો સર્વત્ર દુર્લભ અનુસાર મૂળ હકીકત તો આયોજન- સંયોજકની છે. મળશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org