________________
૪. હસ્તપ્રતોના પ્રકારો અને સ્વ -
ચંદ્રકાંતાબહેન હ. ભટ્ટ
ગ્રંથલેખનનાં સાધનોમાં લિપિને દશ્યરૂપ આપતાં તેમ જ તેને વ્યક્ત કરતાં વિવિધ સાધનોમાં લિપિના આસનરૂપે ગણી શકાય તેવા ભૂપત્ર, તાડપત્ર મુખ્યત્વે છે. પ્રાચીન હસ્તગ્રંથો આ જ લખવાના પદાર્થો પરનાં મળે છે.
ભૂપત્ર એ ભૂર્જ નામના વૃક્ષની અંદરની છાલ છે. ભૂપત્ર લાંબા, પહોળા નીકળી આવે છે. લેખક પોતાની ઇચ્છા અનુસાર લંબાઈ પહોળાઈનાં પાનાં બનાવે છે. તે રીતે તાડપત્રોને પણ જરૂરી કદનાં પત્રોમાં કાપી લેવામાં આવતાં. સામાન્ય રીતે તાડપત્રો એકથી ત્રણ ફૂટ લાંબા અને એકથી ચાર ઈંચ પહોળા હોય છે. ઉત્તર ભારતના કેટલાક ભૂર્જપત્રો અને તામ્રપત્રો આ કદનાં હોય છે. જે ચોખ્ખી તાડપત્રની અસર દર્શાવે છે.
ભૂપત્ર અને તાડપત્ર એ નૈસર્ગિક પદાર્થોને ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી તેની અછત ભૌગોલિક દૃષ્ટિએ રહેતી.
લેખક પોતાની જરૂરિયાત મુજબ ભૂર્જપત્ર તેમ જ તાડપત્રનો ઉપયોગ કરતા અને કાપકૂપ કરીને પત્રોને કદ પ્રમાણે ઉપયોગમાં લઈ લેતા. આથી પત્રોના કદને લઈને હસ્તલિખિત ગ્રંથોમાં વિવિધતા રહેતી.
હસ્તલિખિત ગ્રંથોને પ્રકારની દૃષ્ટિએ બે વિભાગમાં વહેંચી શકાય છે : (૧)આંતરિક પ્રકારો (૨)બાહ્યપ્રકારો
આંતરિક પ્રકારો :
હસ્તલિખિત પ્રતોના આંતરિક પ્રકારો તેના રૂપવિધાનની દૃષ્ટિએ પાડવામાં આવે છે. આંતરિક પ્રકારોમાં પુસ્તકનું બાહ્ય સ્વરૂપ સાદું છતાં સામાન્ય લાગે તો પણ પ્રતો તપાસતાં તેમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતા લાગવાના કારણ પાછળ લેખકની ચીવટ, ખૂબી તથા રુચિ રહેલી હોય છે. તેનો કોઈ વિશેષ અર્થ
Jain Education International
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org