________________
૩૦
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
હોતો નથી. ઉપરાંત લેખકે લખવામાં કરેલ શાહીના માધ્યમના કારણે તેમ જ તેનો ઉપયોગ કરનાર સાધુ હોય કે ગૃહસ્થ હોય તેની સુગમતાને કારણે વિવિધ આંતરિક નવીનતા દેખાય છે.'
હસ્તપ્રત લેખનમાં પુસ્તકોના આંતરિક પ્રકારો લખાણની પદ્ધતિ પરથી પાડવામાં આવે છે. તેમાં ત્રિપાટ કે ત્રિપાઠ, પંચપાટ કે પંચપાઠ, ફૂડ કે શૂઢ, ચિત્રપુસ્તક, સુવર્ણાક્ષરી, રૌખાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્કૂલાક્ષરીનો સમાવેશ થાય છે. આ પુસ્તકોના પ્રકારો કે ભેદો કે નામો કાગળ પર પુસ્તક-લેખનની શરૂઆત થયા પછી પાડવામાં આવ્યાં છે.
ત્રિપાટ કે ત્રિપાઠ:
આ પ્રકારના પાટ કે પાઠમાં પૃષ્ઠને ત્રણ ભાગમાં વહેચી નાખવામાં આવે છે. જેમાં પુસ્તકના મધ્ય ભાગમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર અને નીચે તેની ટીકા, ટાબો કે વ્યાખ્યા લખવામાં આવે છે. આવી રીતે એક પૃષ્ઠને ત્રણ ભાગમાં કે પાઠમાં વહેંચી નાખવામાં આવતું હોવાથી તેને ત્રિપાટ કે ત્રિપાઠ કહેવામાં આવે છે.
પંચપાટ કે પંચપાઠ:
જે કોઈ પૃષ્ઠને પાંચ ભાગમાં વહેંચીને લખવામાં આવે તેને પંચપાટ કે પંચપાઠ કહે છે. આ જાતના પુસ્તકની મધ્યમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ, તેની ઉપર અને નીચે અને બન્ને બાજુના હાંસિયામાં ટીકા કે ટબાર્થ લખવામાં આવે છે. આ રીતે પાંચ વિભાગે પુસ્તક લખાતું હોવાથી રૂપવિધાનની દષ્ટિએ તેને પંચપાટ કે પંચપાઠ કહે છે.
જે પુસ્તકો હાથીની સૂંઢની પેઠે મૂળ સૂત્ર, ટીકા આદિનો કોઈ પણ જાતનો વિભાગ પડ્યા વિના સળંગ લખવામાં આવે તેને ફૂડ કે શૂઢ પુસ્તક તરીકે
ઓળખવામાં આવે છે. મુનિશ્રી પુણ્યવિજયજીના મતે ત્રિપાટ અને પંચપાટ તરીકે એવા ગ્રંથો લખી શકાય કે જેના ઉપર ટીકા ટિપ્પણી હોય. જે ગ્રંથો ઉપર ટીકા ટિપ્પણી નથી હોતી તે “ફૂડ' રૂપે જ લખાય છે, પણ તેને માટે “ફૂડ' શબ્દનો પ્રયોગ થતો નથી. “શૂડ' શબ્દનો પ્રયોગ સળંગ લખાયેલા ટીકાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org