________________
હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ
૩૧
ગ્રંથો માટે જ થાય છે. જ્યારે ડૉ. સત્યેન્દ્ર બતાવે છે કે જે પુસ્તકનું લખાણ હાથીની સૂંઢ' ની માફક લાગે તેને સૂડ-પાઠ કહેવાય છે. આમ ઉપરની પંક્તિ બધાથી મોટી હોય છે. તેની પછીની પંક્તિઓ અનુક્રમે નાની ને નાની બન્ને તરફથી થતી જાય છે. સૌથી છેલ્લી પંક્તિ સૌથી નાની હોય છે. અને આથી લખાણનું સ્વરૂપ હાથીની સૂંઢનો આકાર ધારણ કરે છે. આ ફકત લેખકની કે લિપિકારની પોતાની રુચિ પ્રકટ કરે છે. પરંતુ આ પ્રકારના ગ્રંથ જોવા મળતા નથી. જોકે કાલિદાસે કુમારસંભવમાં સર્ગ નં.૧ શ્લોક નં.૩માં કુંજબિંદુશોણથી આવા જ પુસ્તકની તરફનો નિર્દેશ પ્રગટ કર્યો છે."
અહીં અત્રે નોંધવું જરૂરી છે કે ઈ.સ.ની ચૌદમી સદીના પ્રારંભથી ત્રિપાટ, પંચપાટ લખવાની પ્રથા દાખલ થઈ છે. તે પહેલાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા વગેરે પુસ્તકો જુદાં લખાતાં હતાં અને ત્યારે એક ગ્રંથના અભ્યાસાર્થીને પોતાના અભ્યાસ માટે જુદી જુદી પ્રતોમાં નજર નાંખવી પડતી.
ત્રિકોણપાઠ:
લેખકની પોતાની રુચિ અનુસારની લેખનકાર્યની પૃષ્ટ રચના ત્રિકોણ પાઠમાં પણ મળી શકે છે. ઉપરની સૌથી પહેલી પંકિત આખી અને એક બાજુ હાંસિયા રેખાની સાથે પ્રત્યેક બીજી પંકિતઓ અડીને લખાયેલી હોય પણ બીજી બાજુથી થોડી નાની થતી જઈને છેલ્લી પંક્તિ એકદમ નાની બની જાય છે. આ પ્રકારના પૃષ્ઠમાં ત્રિકોણ- પાઠ પ્રસ્તુત થાય છે. જોકે આનો કોઈ વિશેષ અર્થ નથી પણ લેખકની રુચિની પ્રતિક છે. રૂપ વિધાનની દષ્ટિએ તો ત્રિપાટ અને પંચપાઠ બન્નેનું જ મહત્ત્વ છે. કારણે કે બીજા અન્ય પાઠથી વિશેષ અભિપ્રાયથી તે જુદું પડે છે.'
ચિત્રપુસ્તક :
તાડપત્રીય હસ્તપ્રતોના ગ્રંથોના પાનાંઓની વચ્ચે દોરી કે સૂત્ર નાંખવાને માટે ગોળ છિદ્ર કરવામાં આવે છે. અને લખાણ લખતી વખતે વચ્ચેની જગ્યામાં આ નિમિત્તે ગોળાકાર કે ચોરસ સ્થાન છોડીને લખવામાં આવતું. આને આધારે કેટલાક લેખકો ગ્રંથ લખતાં અક્ષરોની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છોડે છે કે જેથી અનેક જાતની ચિત્ર ચોકડીઓ, વજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org