________________
૩૨ હસ્તપ્રત વિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિઓ તેમ જ લેખકે ધારેલી વ્યકિતનું નામ, શ્લોક, ગાથા વગેરે દષ્ટિગોચર થાય છે.
આ જ પ્રમાણે કેટલાક લેખકો ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂકતા, કાળી શાહીથી લખતા લખાણની વચમાં અમુક અમુક અક્ષરોને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિઓ તેમ જ નામ, શ્લોક વગેરે જોઈ શકે. કારણકે લાલ શાહીના ઉપયોગને લીધે તે આકૃતિઓ જુદી તરી આવે છે.
કેટલીક વાર કલ્પસૂત્ર જેવાં પુસ્તકોમાં વચમાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રને લગતાં સુંદર નાના ચિત્રો પણ દોરવામાં આવે છે. તેવી રીતે ગ્રંથ કે ગ્રંથના ખંડની સમાપ્તિ ધ્યાનમાં લાવવા માટે વિવિધ ચિત્રાકૃતિઓ કરવામાં આવે છે.
સુવર્ણાક્ષરી અને રોખાક્ષરી પુસ્તકો :
આ પ્રકાર શાહીના માધ્યમને લીધે અલગ પડે છે. આ બે જાતની શાહીથી લખતાં પહેલાં ગ્રંથોના પાનાંને પહેલાં લાલ, કાળાં, વાદળી કે જાંબલી વગેરે ઘેરા રંગથી રંગી લેવામાં આવે છે. કારણકે તેથી કાગળની પશ્ચાદભૂમિકામાંથી અક્ષરો ચળકતા અલગ બહાર ઊપસી આવે. ખાસ પ્રકારે તૈયાર કરેલ સોનેરી રૂપેરી શાહીથી લખતાં પહેલાં કાગળને અકીક, કોડા કે કસોટી વગેરેના ઘૂંટાથી ઘૂંટતા એ લખાણ બરોબર ઓપદાર બની જતું. આ જાતનાં પુસ્તકોનાં પાનાંમાં લખાણની આસપાસ ચિત્રાકૃતિઓ કરવામાં આવતી અને લખવામાં પાગ અનેક જાતની ભાતો અને ખૂબીઓ દર્શાવવામાં આવતી. સોનેરી-રૂપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજે વિદ્યમાન છે. ગુજરાતમાં કુમારપાળદેવે જૈન આગમોની અને આચાર્ય હેમચંદ્રની રચનાઓને સોનેરી શાહીથી પોતાના જ્ઞાનકોષ માટે લખાવી હતી. આ પ્રતિઓ તાડપત્રીય હશે કે કાગળ પરની તે નિશ્ચિત નથી. પણ એટલું તો ચોક્કસ છે કે આને લખાવતો એક વર્ગ હતો જે સુવર્ણાક્ષરે કે રોપ્યાક્ષરે લખાયેલાં પુસ્તકોનું મહત્વ અને મૂલ્ય વધારી દેતો હતો. આવાં પુસ્તકો તેને લખાવનારની રુચી સમૃદ્ધિનાં સૂચક ગણાય છે. આ પ્રકારનાં પુસ્તકોને સામાન્ય પરિપાટીના ગ્રંથો માનવામાં નથી આવતાં. આ જાતના ગ્રંથો ખૂબ જ વિરલ છે. જે હાલ મળી આવે છે તે બધાં જ કાગળ પરનાં છે. અને તે બધા વિ.સં. ૧૪૦ પછીના છે. આ બન્ને પ્રકારની શાહીથી લખાયેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org