________________
હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ
૩૩ પુસ્તકોમાં મુખ્યત્વે કરીને કલ્પસૂત્ર' અને કાલિકાચાર્ય-કથા' હોય છે. શ્રી હંસવિજ્યજીના વડોદરાના સંગ્રહમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ઈ.સ. ૧૪૬૪-૬૫માં લખાયેલી છે. સોનરી શાહી કરતાં ચાંદીની શાહીનો ઉપયોગ ગ્રંથો લખવામાં ઓછો થયો છે. ચાંદીની શાહીથી લખાયેલી પ્રતિઓ કવચિત્ જ મળે છે.
સૂમાક્ષરી અને સ્કૂલાક્ષરી પુસ્તકો :
અક્ષર ખૂબ જ નાના પણ હોઈ શકે છે ને મોટા પણ હોઈ શકે છે. આના આધાર પર સૂક્ષ્માક્ષરી પુસ્તકો અને સ્થૂલાક્ષર પુસ્તકોના ભેદ પાડવામાં આવ્યા છે. સૂર્માક્ષર પુસ્તકોનો ઘણો જ ઉપયોગ છે. જેમ કે પંચપાઠમાં વચ્ચેનો વિભાગ છોડીને આજુબાજુના વિભાગમાં સૂક્ષ્માક્ષર લખાય છે. જેથી પંચપાઠ એક જ પાના ઉપર આવી શકે છે. આ જ પ્રમાણે પાકના મૂળ અંશની સાથે એક જ પાના ઉપર એનાં ટીકા-ટિપ્પણ આવી શકે છે.'
ઉપરાંત સૂક્ષ્માક્ષરમાં લખેલું પુસ્તક કદમાં નાનું હોય છે. આથી વિહારી જૈન સાધુને તે લઈ જવામાં ઘણી જ સરળતા રહે છે. કારણકે પુસ્તકોનો ભાર પણ ના થાય અને પદપાઠનમાં સુગમતા રહે. આ કારણથી તેઓ રસ્તામાં ઉપયોગી ગ્રંથોની પોથીઓ નાની બનાવતા અને ઝીણા અક્ષરે લખતા અને લખાવતા. કાગળના પુસ્તકના જમાનામાં આ જાતના લખાણનો ઘાણો જ વિકાસ થયો છે.
જ્યાં ફક્ત ચાર લીટી લખી શકાય ત્યાં ૧૦ થી પણ વધારે લીટીઓ લખવામાં આવી હોય છે. તાડપત્રીય પ્રતોમાં ટીકા, ટિપ્પણો, પાઠભેદો અને પછી ગયેલા પાઠો ઘણીવાર અત્યંત જીણા અક્ષરે લખવામાં આવતા પણ સૂક્ષ્માક્ષરી પુસ્તકોની બાબતમાં આખું પુસ્તક ઝીણા અક્ષરે લખાયું હોય તેને લક્ષ્યમાં લેવામાં આવે છે. અક્ષરોનો આકાર એટલો તો નાનામાં નાનો કરવામાં આવતો કે તે અક્ષરોને વાંચવા સૂક્ષ્મદર્શક કાચની જરૂર પડે. આવા અક્ષરો લખવાની કળા પછી વધુ વિકસી છે.*
Qલાક્ષરી પુસ્તકો મોટા મોટા અક્ષરે લખાય છે. આથી ટૂંકી દૃષ્ટિવાળા વાચકોને સુવિધા રહે છે. સામાન્ય રીતે પુસ્તકો મધ્યસરના અક્ષરોમાં જ લખાય છે, અને લખાવવામાં આવે છે. પરંતુ કલ્પસૂત્ર અને કાલિકાચાર્ય કથા જેવાં પુસ્તકો જે પર્યુષણ પર્વમાં એકી શ્વાસે વેગબદ્ધ વાંચવાના હોય તેને સ્થૂલ મોટા અક્ષરે લખવામાં આવે છે. જેથી વાંચવામાં અટક ન થાય અને અક્ષર પર આંખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org